• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kheralu
  • ખેરાલુ |મહેસાણામાં રહેતા અને હિરવાણીમાં જમીન ધરાવતા હરેશકુમાર જીતેન્દ્રકુમાર આચાર્ય

ખેરાલુ |મહેસાણામાં રહેતા અને હિરવાણીમાં જમીન ધરાવતા હરેશકુમાર જીતેન્દ્રકુમાર આચાર્ય

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરાલુ |મહેસાણામાં રહેતા અને હિરવાણીમાં જમીન ધરાવતા હરેશકુમાર જીતેન્દ્રકુમાર આચાર્ય નામના એક ખેડુત ગુરૂવારની સવારે હિરવાણીમાં આવ્યા હતા. તેઓ જેસીબી વડે ખેતરમાં આવેલા સુકા બાવળના થડીયાં હટાવી જમીન ઉતારી લેવલ કરાવી રહ્યાં હતા. ત્યારે અચાનક આવી ચડેલા તેમના ભત્રીજા કશ્યપ રશ્મીકાન્તભાઇ આચાર્ય, કેયુર કિરીટકુમાર આચાર્ય, નિહીર નરેન્દ્રકુમાર આચાર્ય અને કેતન ઇન્દ્રવદનભાઇ આચાર્ય વગેરેએ બોલાચાલી કરી કાકાને ગડદાપાટુનો માર મારી ધિબેડી નાંખતાં અત્રેના પોલીસ મથકે ઉક્ત ચાર યુવાનો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી.

હિરવાણીમાં જમીનની તકરારમાં ભત્રીજાઓએ કાકાને ફટકાર્યા

અન્ય સમાચારો પણ છે...