• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kheralu
  • ખેરાલુ |ખેરાલુ તાલુકાના ગોરીસણામાં વસતા ચૌધરી લવજીભાઇ જશરાજભાઇ બુધવારે તેમના

ખેરાલુ |ખેરાલુ તાલુકાના ગોરીસણામાં વસતા ચૌધરી લવજીભાઇ જશરાજભાઇ બુધવારે તેમના

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરાલુ |ખેરાલુ તાલુકાના ગોરીસણામાં વસતા ચૌધરી લવજીભાઇ જશરાજભાઇ બુધવારે તેમના ઘરે હાજર હતા. ત્યારે ત્યાંથી પસાર થઇ રહેલા કેટલાંક દેવીપૂજક યુવાનો મોટેથી બિભત્સ શબ્દો ઉચ્ચારતા હોય લવજીભાઇએ તેમને જાહેરમાં બોલતા અટકાવ્યા હતા. દરમિયાન ઉશ્કેરાઇ ગયેલા દેવીપૂજક લાલાભાઇ ઇશ્વરભાઇ, દેવીપૂજક માનસંગભાઇ લખમણભાઇ, દેવીપૂજક દિનેશભાઇ લખમણભાઇ, દેવીપૂજક સુરેશભાઇ જુહાભાઇ, દેવીપૂજક તુલસીભાઇ પ્રહલાદભાઇ અને દેવીપૂજક મંગાભાઇ ઇશ્વરભાઇ, દેવીપૂજક ગાંડાભાઇ સોમાભાઇ, દેવીપૂજક હરીભાઇ કેશાભાઇના દિકરાઓ વગેરેએ ભેગા મળી પત્થરમારો કરતાં લવજીભાઇ સહિત તેમના પરિવારજનોને ઇજાઓ થતાં સારવાર અર્થે અહીંની સિવિલમાં દાખલ કરાયા હતા.

ગોરીસણામાં નજીવી બાબતે યુવાન પર હુમલો કરતાં નવ સામે ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...