રાધનપુર-મહેસાણા હાઇવે બંધ કરાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | અતિવૃષ્ટિનાકારણે ઉત્તર ગુજરાતમાંથી પસાર થતા 4 નેશનલ હાઇવે સહિત સંખ્યાબંધ ગ્રામ્ય માર્ગો ધોવાઇ જતાં વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે. જ્યારે રાધનપુર-મહેસાણા હાઇવે પણ બંધ કરી દેવાયો હતો.

બંધ નેશનલ હાઇવેમાં થરાદ-ધાનેરા-પાંથાવાડા (સરાલ અને વડગામ પાસે રોડ તૂટતાં), ધાનેરા-જેતડા- ડીસા (ટેટોડા પાસે રોડ તૂટતાં), ધરોઇ-ખેરાલુ- વડગામ-પાલનપુર નેશનલ હાઈવે 58 (રાધનપુર-પાટણ માર્ગ તૂટતાં) અને સાંચોર-થરાદ-સૂઇગામનો સમાવેશ થાય છે. માર્ગ-મકાન વિભાગના સચિવ એસ.બી. વસાવાએ જણાવ્યું કે, ડીસા-ધાનેરા હાઇવે મોડી રાત્રે ચાલુ થઇ જાય તેવી સંભાવના છે. જ્યારે થરાદ-ધાનેરા હાઇવે ગુરુવારે બપોર સુધીમાં ચાલુ થઇ જવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...