• Gujarati News
  • દબાણ દૂર નહીં કરાતા તા.પં સદસ્યની આપઘાતની ચીમકી

દબાણ દૂર નહીં કરાતા તા.પં સદસ્યની આપઘાતની ચીમકી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સતલાસણાતાલુકાની ખોડામલી જૂથ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ વાવડી ગઢ ગામના સદસ્યએ બુધવારે દબાણનો પ્રશ્ન નહીં ઉકેલાતાં તાલુકા પંચાયત ગજવી મૂકી હતી અને જો દબાણ દૂર નહીં કરાય તો તાલુકા પંચાયતમાં ઝેર ખાઇ આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારતાં દોડતું થઇ ગયું હતું.

અંગે સુ્ત્રો પાસેથી મળતી માહિતી મુજબ ખોડામલી જૂથ ગ્રામ પંચાયતની વાવડી ગઢ બેઠક પરથી ચુંટાયેલા સદસ્ય વિનોદભાઇ લવજીભાઇ પરમારે તેમના ઘર આગળથી પસાર થતા રસ્તા પર બાજુમાં રહેતા નરસિંહભાઇ લલ્લુભાઇ પરમાર વગેરે ચાર ઇસમોએ દબાણ કરી માર્ગ બંધ કરી દીધો હોઇ દબાણ દૂર કરવા ગ્રામ પંચાયતને રજૂઆત કરી હતી. જોકે અરજીને અભરાઇએ ચડાવી દેવાઇ હતી.

મુદ્દે કોર્ટ મેટર થતાં કોર્ટે પણ દબાણ દૂર કરવા આદેશ કર્યો હતો. જેની નકલ સાથે વારંવાર રજૂઆત કરવા છતાં તાલુકા કે ગ્રામ પંચાયતે દબાણ દૂર કરવાની તસ્દી નહીં લેતાં રોષે ભરાયેલા સદસ્યએ બુધવારે સતલાસણા તાલુકા પંચાયતમાં હોબાળો મચાવ્યો હતો અને જો પાંચ દિવસમાં દબાણ દૂર નહીં કરાય તો તાલુકા પંચાયત ભવનમાં જાહેરમાં ઝેરી દવા પી આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારતાં હોહા મચી ગઇ હતી.

અંગે તાલુકા વિકાસ અધિકારીને પૂછતાં તેમણે ગ્રામ પંચાયતને વારંવાર દબાણ દૂર કરવાની નોટિસ આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું અને ઉમેર્યુ હતું કે મુદ્દે સરપંચ કક્ષાએથી કોઇ કાર્યવાહી કરાઇ નથી, જેથી પુન: નોટિસ પાઠવી તાત્કાલિક દબાણ દૂર કરવામાં આવશે.