• Gujarati News
  • મહેસાણામાંથી ચોરાયેલા બાઈક સાથે બે ઝડપાયા

મહેસાણામાંથી ચોરાયેલા બાઈક સાથે બે ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણામાંથી ચોરાયેલા બાઈક સાથે બે ઝડપાયા
મહેસાણા : સાંઈબાબા મંદિર પાસેથી સોમવારે સાંજે એસઓજી સ્ટાફે ચોરીના બાઈક સાથે બે શખ્સોને ઝડપી લઈ એ ડિવિઝન પોલીસને સોંપતાં તેમના બે દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે. મહેસાણા એસઓજી શાખાનો સ્ટાફ સોમવારે પેટ્રોલિંગમાં હતો ત્યારે સાંઈબાબા મંદિર પાસેથી ડબલ સવારીમાં પસાર થઈ રહેલા બાઈકચાલકને અટકાવી પૂછપરછ કરતાં બાઈકના કાગળો બાબતે સંતોષકારક જવાબ મળ્યો નહોતો. બાઈક ચોરીનું હોવાનું જણાતાં પોલીસે વાધેલા (વણકર) કલ્પેશ ઉર્ફે કલ્પો પ્રકાશભાઈ (રહે.શિવદર્શન સોસા.) તથા વાિલ્મકી દિપકકુમાર ઉર્ફે દીપો રામજીભાઈ (રહે.વાિલ્મકીવાસ, સોમનાથ રોડ)ની અટક કરી પૂછપરછ કરતાં જીજે-૨-એજે-૪૪૪૧ નંબરનું આ બાઈક સોમનાથ રોડ પરની વશિષ્ઠપાર્ક સોસા.માંથી શુક્રવારે રાત્રે ચોરી કર્યું હોવાનું ખુલ્યું હતું. આ બાઈક ચોરી અંગે ગૌતમકુમાર મૂળજીભાઈ જાદવે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલી હોઈ બંને શખ્સોને એ ડિવિઝન પોલીસમાં સોંપાયા હતા.
મહેસાણામાંથી જાહેરમાં જુગાર રમતા બે ઝડપાયા
મહેસાણા : મહેસાણાના હૈદરી ચોક નજીક ટીજે હાઈસ્કૂલ સામે જાહેરમાં વરલી મટકાનો જુગાર ચલાવતા શખ્સ સહિત બેને સોમવારે બપોરે એ ડિવિઝન પોલીસે રૂ.૨૫૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.બાતમીના આધારે મહેસાણા એ ડિવિઝન પોલીસે સોમવારે બપોરે મહેસાણાના હૈદરી ચોક નજીક ટીજે હાઈસ્કૂલ સામે રેડની કાર્યવાહી કરી હતી. જેમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર ચલાવતો સિદ્ધપુરી બજારની નાની વ્હોરવાડમાં રહેતો યાસીનમિયાં જમાલુદ્દીન વ્હોરા તથા તેના ત્યાં વરલીના આંક લખાવવા આવેલો ચિત્રોડીપુરાનો ઠાકોર ઉદાજી દિવાનજી પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.
સતલાસણામાં તા.પં.નું પ્રમુખ પદ ઉપપ્રમુખને સોંપાયું
ખેરાલુ : સતલાસણા તાલુકા પંચાયતનાં પ્રમુખ રાજકુમારીનું નિધન થતાં પ્રમુખપદ ખાલી પડયું હતું ત્યારે મંગળવારે યોજાયેલી પ્રમુખની ચૂંટણીમાં ભાજપ દ્વારા ઉપપ્રમુખના નામનો મેન્ડેટ રજૂ થતાં ભાજપ-કોંગ્રેસના ૧૪ સદસ્યોના સમર્થનથી ટીંબાના વિનુસિંહ ચૌહાણને પ્રમુખ પદે સર્વાનુમતે ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.
સ્કૂલના ટ્રસ્ટીને ધમકી આપનાર ચાર વિરુદ્ધ ફરિયાદ
વિસનગર : વિસનગરમાં ચાલતી સ્વનિર્ભર સાયન્સ સ્કૂલના ટ્રસ્ટીને ચાર શખ્સો દ્વારા સ્કૂલનો વહીવટ અમારે કરવાનો છે કહીં જાનથી મારી નાખવાની ધમકી અપાતાં વિસનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે. અમદાવાદમાં