• Gujarati News
  • ખાનગી માલિકીનાં પરાંનું ગામઠાણ નીમ કરવા કવાયત

ખાનગી માલિકીનાં પરાંનું ગામઠાણ નીમ કરવા કવાયત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરાલુનાધારાસભ્યએ રાજ્યના મહેસુલ વિભાગને કરેલી રજૂઆત બાદ મહેસાણા કલેક્ટરે ખેરાલુ, સતલાસણા અને વડનગર તાલુકામાં માલિકીની જમીન પર બનેલા પરાંનું ગામઠાણ નીમ કરવા દરખાસ્ત તૈયાર કરવા આદેશ કર્યા છે.

ખેરાલુ વિધાનસભા મતક્ષેત્રમાં આવતા ખેરાલુ, વડનગર અને સતલાસણા તાલુકામાં આવેલાં પરાં ગામ સાથે જોડાયેલા હોવા છતાં સરકારની વિવિધ યોજનાઓનો ખાસ કોઇ લાભ મળતો હોવાની ધારાસભ્યએ રાજ્યના મહેસુલ વિભાગને રજૂઆત કરી પરાંને ગામમાં સમાવિષ્ટ કરવા માંગણી કરી હતી. જેમાં મહેસુલ વિભાગની સૂચના બાદ જિલ્લા કલેક્ટરે ખેરાલુના પ્રાંત અધિકારીને પત્ર લખી ત્રણેય તાલુકામાં માલિકીની જમીનમાં બનાવેલા પરાઓનું ગામઠાણ નીમ કરવા સૂચના આપી છે અને ધારાસભ્યએ રજૂ કરેલી યાદી મુજબ જે પરાં માલિકીની જમીનમાં આવેલાં હોય તેવા પરાંઓની દરખાસ્ત તૈયાર કરી કલેક્ટર કચેરીને વિગતે અહેવાલ સુપરત કરવાના આદેશ કર્યો છે. સરકારના નિર્ણયથી પરાંવાસીઓમાં ખુશીની લહેર પ્રસરી છે.