તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kheralu
  • Kheralu દુષ્કર્મીને ફાંસીની માગણી સાથે ખેરાલુ સજ્જડ બંધ: ઠાકોર સેનાઅે રેલી કાઢી અાવેદન અાપ્યું

દુષ્કર્મીને ફાંસીની માગણી સાથે ખેરાલુ સજ્જડ બંધ: ઠાકોર સેનાઅે રેલી કાઢી અાવેદન અાપ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરાલુ | હિંમતનગરના ઢંુઢર ગામની 14 માસની બાળકી ઉપર દુષ્કર્મ કરનાર અારોપીને ફાંસીની માગણી સાથે ગુરૂવારના રોજ ખેરાલુ સજ્જડ બંધ રહ્યું હતું જ્યારે ઠાકોર સેના સહિતના અગ્રણીઅો ખારીકુઇથી રેલી સ્વરૂપે તાલુકા સેવાસદન જઇ મામલતદારને અાવેદનપત્ર અાપી કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવી જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જ્યાં બંધ દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે સઘન બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

ઠાકોર સેના સહિતના અગ્રણીઅોએ ખારીકુઇથી રેલી કાઢી તાલુકા સેવાસદન જઇ આરોપીની કડક સજાની માંગ સાથે મામલતદારને અાવેદનપત્ર આપ્યું
ઢુંઢર ગામની સીમમાં 14 માસની બાળા ઉપર દુષ્કર્મ કરનાર અારોપી સામે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે ત્યારે ગુરૂવારના રોજ ખેરાલુ દુષ્કર્મના વિરોધમાં સજ્જડ બંધ રહ્યું હતું જેના કારણે ખેરાલુ નગર સુમસામ ભાસી રહ્યું હતું. જ્યારે ખેરાલુ તાલુકા ઠાકોર સેના, વિકાસ સંઘ અને યુવા સેના સહિત સમાજના અાગેવાનો અને વેપારીઅો દ્વારા રેલી કાઢવામાં અાવી હતી જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. રેલી નગરના ખારીકુઇ વિસ્તારમાં અાવેલ વિશ્વકર્મા મંદિરથી નીકળી હતી જે ખોખરવાડા થઇ તાલુકા સેવાસદન પહોંચી મામલતદારને અાવેદનપત્ર અાપવામાં અાવ્યું હતું. જેમાં દુષ્કર્મીને ફાંસીની સજા મળે તે માટે ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા જરૂરી કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.

દુષ્કર્મીને ફાંસીની માંગણીને લઇ ખેરાલુમાં બંધ પાળવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...