તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લા પંચાયતની લીંચ બેઠકમાં 34.72 ટકા કંગાળ મતદાન થયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા મહેસાણા જિલ્લા પંચાયતની લીંચ બેઠકની રવિવારે યોજાયેલ ચૂંટણીમાં 34.72 ટકા અને ખેરાલુ તાલુકા પંચાયતની નાનીવાડા કાદરપુર બેઠકની ચૂંટણીમાં 47.10 ટકા મતદાન યોજાયુ હતું. લીંચમાં બે અને નાનીવાડામાં ત્રણ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીઝ થયુ હતું, આગામી મંગળવારે મતગણતરી સાથે પરિણામ જાહેર કરાશે.

ખેરાલુ તા.પં.ની નાનીવાડા બેઠકની પેટાચૂંટણીમાં પણ માંડ 47.10 ટકા મતદાન
જિ. પં.ની લીંચ બેઠકની ચૂ઼ંટણીમાં નવ ગામ અંબાસણ, ભેસાણ, દિવાનપુરા, બોરીયાવી, મેવડ, લીંચ, પાલાવાસાણ, સખપુરડા અને વડોસણ ગામના કુલ 30 મતદાન મથકો પર મતદાન યોજાયુ હતું.જેમાં કુલ 28590 મતદારો પૈકી 9927એ મતદાન કર્યુ હતું. પુરુષ 14894 પૈકી 5610 અને સ્ત્રી 13696 પૈકી 4317 મતદારે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આમ 37.67 ટકા પુરુષ અને 31.52 ટકા સ્ત્રી મતદાન સાથે કુલ 34.72 ટકા મતદાન નોધાયુ હતું.લીંચની સામાન્ય સ્ત્રી બેઠક માટે યોજાયેલ ચૂ઼ંટણીમાં ઉમેદવાર કોગ્રેસના શોભનાબેન ઠાકોર અને ભાજપના હંસાબેન ઠાકોર બંન્ને ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીઝ થયુ છે. મંગળવારે સવારે મહેસાણા હૈદીરચોક ખાતે સરકારી પ્રા.શાળામાં મતગણતરીથી પરિણામ આવશે. જ્યારે ખેરાલુ તાલુકા પંચાયતની નાનીવાડા કાદરપુર બેઠકની ચૂ઼ટણીમાં 4144 મતદાર પૈકી 1952 મતદારાએ મતાધિકારનો ઉપયોગ કરતા કુલ 47.10 ટકા મતદાન નોધાયુ હતું.આ બેઠક પર ભાજપના સેંધાજી ઠાકોર, કોગ્રેસના હઠાજી ઠાકોર અને અપક્ષ બાબુભાઇ સેનમાનું ભાવિ ઇવીએમમાં સીજ થયુ છે.

અન્ય સમાચારો પણ છે...