તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Kheralu
 • ઠાકોર સમાજના અગ્રણીઓએ ખેરાલુ મામલતદારને આવેદન પત્ર આપી તટસ્થ તપાસની માગણી કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠાકોર સમાજના અગ્રણીઓએ ખેરાલુ મામલતદારને આવેદન પત્ર આપી તટસ્થ તપાસની માગણી કરી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખેરાલુનાનોરતોલના યુવાનની લાશ મછાવાની સીમમાં તળાવમાંથી મળી આવી હતી. યુવાનની હત્યા કરાઇ હોવાની આશંકા સાથે મૃતકના પરિવાર સહિત ઠાકોર સમાજના અગ્રણીઓએ ખેરાલુ મામલતદારને આવેદન પત્ર આપી તટસ્થ તપાસની માંગ કરાઇ હતી.

વિષ્ણુજીને મૃત્યુના થોડાક દિવસ અગાઉ મછાવાના કેટલાક ચૌધરી યુવાનો સાથે ઝઘડો થયો હતો. જેની અદાવત રાખી તેને મારીને તળાવમાં ફેંકી દીધો હોવા છતાં પોલીસે માત્ર એડી નોંધી તેનું ડૂબી જવાથી મોત થયાનું કારણ દર્શાવી તપાસ અભરાઇએ ચઢાવી દીધી છે.

કલેક્ટરને ઉદ્દેશીને લખાયેલા આવેદનપત્ર મુજબ, જો કેસની તપાસ એસઓજી કે અન્ય એજન્સીને સોંપી યુવાનના મૃત્યુનું સાચું કારણ નહીં શોધવામાં આવે તો નાછુટકે ઠાકોર સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી વહિવટી તંત્રની રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. મામલતદારે ઘટતું કરવાની ખાતરી આપી હતી. બાદમાં ગ્રામજનોએ પોલીસ મથકે જઇ પીએસઆઇને મળી તપાસ કરવા માંગ કરી હતી. જોકે, ઘટના સ્થળેથી હત્યા થયાના કોઇ પુરાવા નહીં મળ્યા હોવાથી પ્રાથમિક તબક્કે એડી નોંધી તપાસ આદરી હોવાનું જણાવ્યું હતું અને રિપોર્ટ આવ્યા પછી જો હત્યા થયાનું જણાશે તો શકદારોની તપાસ કરી આગળની કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો