• Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Khedbrahma
  • દરવાજાની પાછળ મોટુ વાસણ મુક્યુ હતુ ચોરોએ દરવાજા ખખડાવતા વાસણ નીચે પડતા અવાજ થતા પરીવાર જાગ્યો

દરવાજાની પાછળ મોટુ વાસણ મુક્યુ હતુ ચોરોએ દરવાજા ખખડાવતા વાસણ નીચે પડતા અવાજ થતા પરીવાર જાગ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્મામાં રામેશ્વર સોસાયટીમાં તસ્કરોએ શનિવારે બંધ મકાનમાં ચોરી કર્યા બાદ સોમવારે અને મંગળવારે સોસાયટીમાં ઘૂસી ભયનો માહોલ ફેલાવ્યો હતો. મંગળવારે રાત્રે સોસાયટીના ડાહ્યાભાઇ ઠાકોરના મકાનના દરવાજા ખખડાવતા મકાન માલિક જાગી ગયા હતા.

જેથી ચોરો ભાગી ગયા હતા. સોમવારે જે મકાનના દરવાજા ખખડાવ્યા હતા તેજ અનિલભાઇ તરારના મકાનનો પાછળનો દરવાજો ખખડાવ્યો હતો. અનિલભાઇએ દરવાજાની પાછળ મોટુ વાસણ મૂકયુ હતું. જેથી દરવાજો ખખડતા વાસણ નીચે પડતા મોટો અવાજ થયો હતો. પ્રથમ માળે સૂતેલો અનિલભાઇનો પરિવાર તથા ચોકી માટે બોલાવેલા ચાર-પાંચ યુવાનોએ ચોરોને પડકાર્યા હતા. જેથી ચોરોને ભાગી જવાની ફરજ પડી હતી. દરમિયાન પી.એસ.આઇ. એ.વી.દેસાઇ કાફલા સાથે આવી ગયા હતા અને કબ્રસ્તાન અને ગણેશ સોસાયટીનો સમગ્ર વિસ્તાર કોર્ડન કર્યો હતો. સવારના 6 વાગ્યા સુધી ચોરોને પકડવા પોલીસે વિસ્તાર ખૂંદી નાખ્યો હતો પણ ચોરો ભાગવામાં સફળ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...