Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આગીયા-મટોડાના તળાવ ખેડવા જળાશયથી ભરાશે
ખેડબ્રહ્માતાલુકાના આગીયા અને મટોડા ગામના તળાવો ખેડવા જળાશયમાંથી ભરવાની યોજના માટે સરકાર દ્વારા રૂા.8.33 કરોડ મંજુર કરવામાં આવતા પંથકના ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ જવા પામી છે.
ખેડબ્રહ્મા તાલુકા ભાજપના પ્રમુખ સુરેશભાઇ.પી.પટેલના જણાવ્યા અનુસાર મટોડા અને આગીયા ગામના લોકો તથા આજુબાજુના ગામના લોકોની આગીયા તથા મટોડા ગામના તળાવો ખેડવા જળાશયના પાણીથી ભરવા માગણી હતી. તેથી આદિજાતી વિકાસ કોર્પો.ના ચેરમેન રમીલાબેન બારા તથા સુરેશભાઇ સહિતના અગ્રણીઓએ નર્મદા જળ સંપતિ મંત્રી બાબુભાઇ બોખીરીયાને રજુઆત કરી હતી. તેથી આગીયા અને મટોડા ગામના બે તળાવ ભરવા માટે ગુજરાત સરકારના નર્મદા જળ સંપતિ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા રૂા.8.33 કરોડની યોજનાને મંજુરી આપવામાં આવી છે.
વિસ્તારના ખેડૂતોમાં ખુશાલી વ્યાપી છે. સુરેશભાઇ પટેલ તથા બે ગામના 100 જેટલા ગ્રામજનો ગાંધીનગર જઇ મંત્રી બાબુભાઇ બોખીરીયા તથા રમીલાબેન બારાનું મોંઢુ મીઠું કરાવી આભાર વ્યકત કર્યો હતો.
ખેડબ્રહ્માના આગીયા અને મટોડા ગામના તળાવ ખેડવા જળાશયના પાણીથી ભરવા માટે રૂા.8.33 કરોડ મંજુર કરાયાં. તસ્વીર - અમૃત સુથાર