તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડબ્રહ્મામાં જૂના પુલ પાસેનો પગથિયાવાળો રસ્તો બિસ્માર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખેડબ્રહ્મામાંજૂના પુલ પાસેના પગથિયા વાળા રસ્તા ઉપર થતી ગંદકી, ગટરના નીકળેલા પથ્થરના ઢગલાથી રહીશોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ચોમાસામાં તૂટેલી નીકોના કારણે થતી ગંદકીથી લોકો પરેશાન થઇ ઉઠયા છે. પગથિયાની જગ્યાએ રોડ બનાવવા માંગ ઉઠવા પામી છે.

ખેડબ્રહ્માના રહીશ સોલંકી છત્રસિંહ મકનસિંહ, પટેલ પુજાભાઇ માધાભાઇ, સોલંકી વિક્રમસિંહ કોદરસિંહ, પરસોત્તમભાઇ દરજી તથા રાજેન્દ્રસિંહ સોલંકી સહિતના અન્ય રહીશોના જણાવ્યા અનુસાર જુના પુલ પાસે નદી કિનારેના વિસ્તારના રહીશોને અવરજવર માટે પગથિયા બનાવવામાં આવ્યા છે. વર્ષોથી અહીંના રહીશો તથા ઢોર-ઢાંખર માટે પગથિયાઓનો ઉપયોગ થતો આવ્યો છે પણ પગથિયાની બાજુમાં ગંદા પાણીની નીકો તૂટી જવાથી ગંદકીએ માઝા મુકી છે. જેથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે. નગરમાં ગટર યોજના પછી રસ્તામાંથી ...અનુસંધાન8 પર

ખેડબ્રહ્મામાં જૂના

નીકળેલામોટા મોટા પથ્થરના ઢગલા પગથિયા ઉપર કરવામાં આવ્યા છે. ગટર યોજના પુરી થયે બાર માસ કરતા વધુ સમય થઇ ગયો હોવા છતાં પથ્થરના ઢગલા યથાવત છે. પગથિયાવાળા રસ્તાના કારણે વરિષ્ઠ નાગરિકને તથા ઢોર-ઢાંખર નદીમાં જવા તથા સ્ટેશન જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અંગે પાલિકામાં ઢાળવાળો રસ્તો બનાવવા રજુઆત કરવા છતાં પાલિકા દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. વિસ્તારની રસ્તાની સમસ્યાનો નિકાલ કરવાની માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો