Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લ્યો..ખેડબ્રહ્મા પોસ્ટ સામે ટપાલ પેટી ઉંધા માથે !
ખેડબ્રહ્માપોસ્ટ ઓફીસ આગળ ટપાલ પેટી ઉંધી થઇ ગઇ છે. જયારે બસ સ્ટેન્ડ પાસે મુકવામાં આવેલી ટપાલ પેટી તૂટી જવાના કારણે ટપાલ નીચે પડી જાય છે. ટપાલ ખાતાની બેદરકારીની લોકોમાં ટીકાઓ થઇ રહી છે અને પોસ્ટના વહીવટ સામે લોકોમાં રોષ ફેલાયો છે.
ખેડબ્રહ્માના વરિષ્ઠ નાગરિક દેવીસિંહ ઇન્દ્રસિંહ સોલંકીના જણાવ્યા અનુસાર ઇન્ટરનેટ અને મોબાઇલના યુગમાં પણ ઘણા ભારતીયોએ ટપાલ વ્યવહાર જાળવી રાખ્યો છે. પોતાના અંગત વ્યવહાર તથા સરકાર સાથેના વ્યવહારમાં ટપાલનો ઉપયોગ હજુ પણ કરવામાં આવે છે. ખેડબ્રહ્માની પોસ્ટ ઓફીસ સ્ટેટ હાઇવે ઉપર આવેલા યાદવ કોમ્પલેક્ષમાં કાર્યરત છે. ઓફીસની સામે ...અનુસંધાન8 પર
લ્યો..ખેડબ્રહ્મા
મુકવામાંઆવેલી ટપાલ પેટી ઉંધા માથે થઇ ગઇ છે. ઘણા લાંબા સમયથી ટપાલ પેટી હાલતમાં છે. ટપાલ પેટી પાસેથી પોસ્ટ માસ્તર તથા અન્ય કર્મચારીઓ પસાર થતા હોય છે તો તેમને ઉંધી પડેલી ટપાલ પેટી દેખાતી નહિ હોય વળી બસ સ્ટેન્ડ પાસે મુકવામાં આવેલી ટપાલ પેટી તૂટી જવાથી ટપાલ નાખતાની સાથે જમીન પર પડી જાય છે. પોસ્ટ વિભાગની બેદરકારીથી લોકોમાં રોષ ફેલાયો છે અને બંને ટપાલ પેટીઓ દુરસ્ત કરવાની માંગ ઉઠવા પામી છે.