• Gujarati News
  • ખેડબ્રહ્મામાં રિક્ષામાંથી પોલીસે અખાદ્ય ગોળના 32 કટ્ટા જપ્ત કર્યા

ખેડબ્રહ્મામાં રિક્ષામાંથી પોલીસે અખાદ્ય ગોળના 32 કટ્ટા જપ્ત કર્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્મામાંબુધવારે એક રિક્ષામાં અખાદ્ય ગોળના કટ્ટા 32 (320 કિલો) લઇ જતી રિક્ષાને પોલીસે ઝડપી લીધી હતી. ત્યારબાદ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ઘટતી કાર્યવાહી હાથ ધરાઇ હતી.

અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બુધવારે સાંજના સુમારે રિક્ષા નં. જીજે.09. ઝેડ. 8846નો ચાલક જગદીશભાઇ મોહનભાઇ પ્રજાપત રિક્ષા લઇ સરદાર ચોકથી ભક્તિનગર જઇ રહ્યા હતા. દરમિયાન હેડ કોન્સ્ટેબલ કનુભાઇ વીરાભાઇએ રિક્ષા ઉભી રખાવી તપાસ અનુસંધાનપાના-8

ખેડબ્રહ્મામાંરિક્ષામાંથી

કરતા તેમાંથી અખાદ્ય ગોળના 32 કટ્ટા મળી આવ્યા હતા. જેથી પોલીસે ગોળ તથા રિક્ષા સહિત રૂા.167020નો મુદ્દામાલ કબજે લઇ ગોળની ચકાસણી માટે તેના નમૂના એફ.એસ.એલ.માં મોકલાયા છે.