ખેડબ્રહ્મા બાર એસોસિયેશન કારોબારીની બિનહરિફ વરણી
ખેડબ્રહ્મા |બાર એસોસિયેશન ખેડબ્રહ્માની વાર્ષિક સધારણસભા તાજેતરમાં મળી હતી.જેમાં ખેડબ્રહ્મા તાલુકાના બાર એસોસિયેશનની સને 2015ના વર્ષ અંગેની નવીન કારોબારીની બિનહરિફ વરણી કરવામાં આવવી હતી. જેમાં સતત ત્રીજા વર્ષે પ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ.જે.ચૌહાણની તેમજ મહામંત્રી તરીકે જગદીશ.બી.સુથાર, ઉપપ્રમુખ તરીકે યશોધર.ડી.ત્રિવેદી, સહમંત્રી તરીકે વિરલ.કે.વોરા, ખજાનચી તરીકે સુશીલા.એસ.પંચોલા, આંતરિક ઓડિટર તરીકે ભરત.બી.જોષીની બિનહરિફ વરણી કરવામાં આવી હતી.