ખેડબ્રહ્મામાં જમીન સ્વાસ્થ્ય દિને ખેડૂતોને માટી અંગે સમજ અપાઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્માનાકૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં શનિવારે આંતરરાષ્ટ્રીય જમીન સ્વાસ્થ્ય દિવસની રવિ ઋતુ પાકોની તાલીમ સાથે ઉજવણી કરાઇ હતી. કાર્યક્રમમાં 325 ખેડૂત ભાઇ-બહેનો હાજર રહ્યા હતા.

કે.વી.કે.ના વડા ર્ડા.એ.એસ.શેખે સૌનુ સ્વાગત કર્યુ હતું અને સરદાર કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક કનૈયાલાલ ઠક્કરે દીપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકયો હતો. વૈજ્ઞાનિક આર.આર. સાંખલાએ જમીન પૃથ્થકરણ કરાવવા માટે માટીનું સેન્દ્રીય ખાતર કેવી રીતે લેવુ તેનું કે.વી.કે.ના ફાર્મ ઉપર ખેડૂતોને નિદર્શન કર્યુ હતું તથા ખેડૂતોના પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા. કાર્યક્રમમાં ર્ડા.વી.બી.પટેલે આભારવિધિ કરી હતી. ર્ડા.જે.આર.પટેલે કાર્યક્રમનું સંચાલન કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...