• Gujarati News
  • પંથાલમાં ચડોતરા મામલે ત્રણની ધરપકડ,14 ફરાર

પંથાલમાં ચડોતરા મામલે ત્રણની ધરપકડ,14 ફરાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્માતાલુકાના પાટડીયા ગામ પાસે થયેલા અકસ્માતમાં એક ઇસમનું મોત થતાં તેની અદાવત રાખી શનિવારે પાટડીયા ગામના 17 સહિત 200ના ટોળાએ પંથાલ ગામે ચડોતરુ કર્યુ હતું. જેથી પોલીસે તેમની વિરૂધ્ધ ગુનો નોંધી મોડી સાંજે ત્રણ મહિલાઓની ધરપકડ કરી લીધી હતી. જોકે બાકીના 14 ફરાર થઇ ગયેલા ઇસમોને પોલીસ શોધી રહી છે.

પાટડીયા પાસેથી પંથાલ ગામનો એક યુવાન બાઇક લઇને પસાર થઇ રહ્યો હતો ત્યારે તેમની હડફેટે આવી જતા સવજીભાઇ માનાભાઇ પરમારનું ગંભીર ઇજાને કારણે મોત નિપજયુ હતું. જેની અદાવત રાખીને શનિવારે પાટડીયા ગામના 17 સહિત 200ના ટોળાએ ચડોતરુ કરીને ચાર મકાનોની ઘરવખરીને નુકશાન પહોંચાડયુ હતું.

રવિવારે સાંજે ચડોતરામાં સામેલ સોનીબેન ધુળાભાઇ ગમાર, ડલીબેન બાબુભાઇ અને હરમીબેન લુંબાભાઇ પરમારની ધરપકડ કરી લીધી હતી. સાંજે ખેરોજ પી.એસ.આઇ. સી.વી.નાયક અને અન્ય ઉચ્ચ અધિકારીઓની દરમિયાનગીરી બાદ મૃતક સવજીભાઇ પરમારના અંતિમ સંસ્કાર કરાયા હતા. બીજી તરફ પોલીસ ફરાર થઇ ગયેલા શખ્સોને શોધી રહી છે.

નેગેટિવ ન્યૂઝ

નકારાત્મક સમાચાર, જે તમને જણાવવા જરૂરી છે