તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડબ્રહ્મા નગરમાં 10 પૈકી 9 એટીએમ બંધ : લોકો ત્રસ્ત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોટબંધીનાકારણે નાણાંકીય કટોકટી ભોગવી રહેલા લોકોને 20 દિવસ બાદ પણ શહેરની બેંકોમાંથી પૂરતા નાણાં મળતા નથી અને લાઇનો ઓછી થતી નથી અને શહેરના 10 એટીએમમાંથી ફકત 1 એટીએમ ચાલુ હતું. જેમાં પણ લાંબી લાઇન લાગી હતી.

શહેરમાં વિવિધ બેંકોના 10 એટીએમ છે. જેમાંથી એસબીઆઇનું સેવાસદન પાસેનું એટીએમ ચાલુ હોઇ ત્યાં ભારે ભીડ જોવા મળી હતી. જયારે લોકો નાણાં માટે એક એટીએમથી બીજા એટીએમ ધક્કા ખાતા હતા. ખેડબ્રહ્મા જેવા પછાત તાલુકામાં તમામ વ્યવહાર રોકડથી થતા હોઇ લોકોને નાણાં વગર ભારે મુશ્કેલી થઇ રહી છે.

એટીએમમાંથી ફકત રૂ.2000 નીકળે છે અને તે પણ રૂા.2000 ની એક નોટ નીકળતી હોઇ છૂટા માટે તકલીફનો સામનો કરવો પડે છે. તેમ વેપારી રીતેશ પટેલે જણાવ્યું હતું. તસવીર- અમૃત સુથાર

અન્ય સમાચારો પણ છે...