તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Khedbrahma
  • હવામાન વિભાગની આગાહી અનુસાર ગુરુવારની રાત્રી દરિમયાન જિલ્લામાં સાર્વત્રિક ઝરમર

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુરુવારની રાત્રી દરિમયાન જિલ્લામાં સાર્વત્રિક ઝરમર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુરુવારની રાત્રી દરિમયાન જિલ્લામાં સાર્વત્રિક ઝરમર વરસાદ નોધાયા બાદ સવારે 6 વાગ્યાથી 10 વાગયા દરિમયાન નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો.પોશીના તાલુકામા સાબેલાધારે વરસાદ વરસતા સવારે દસ વાગયા સુધીમા ચાર ઇચ જેટલો વરસાદ ખાબકયો હતો જયારે વિજયનગર તાલુકામા પોણા ચાર ઇચ વરસાદ નોધાયો હતો. અને ખેડબ્રહ્મા તાલુકામા બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. વરસાદ ના બીજા રાઉન્ડ માં પણ તલોદ તાલુકો તરસ્યો રહ્યો હતો અને માત્ર 13 મી.મી. વરસાદ નોધાયો હતો આઠ તાલુકા પૈકી તલોદ 21.56 અનેઇડર તાલુકામા 23.05 ટકા વરસાદ સૌથી ઓછો વરસાદ વરસ્યો છે જિલ્લામાં મોસમનો સરેરાશ 30.70 ટકા વરસાદ વરસી ચૂકયો છે.અનેહજુ 24 કલાક સુધી વરસાદની સંભાવના છ. વરસાદના પહેલા રાઉન્ડ વરાપ નીકળતા ખેડૂતો ખેતીકાર્યમાં જોડાયા હતા અને ચાલુ સપ્તાહના અંતે બીજા રાઉન્ડની રાહ જોવાઇ રહી હતી ત્યારે આકાશમાથી સમયસર કાચુ સોનુ વરસતા ખેડુતોમાં પણ ખૂશીનુ મોજુ ફરી વળ્યું છે.ખેતીવાડી અધીકારીના જણાવ્યાનુસાર ઝરમર અને વ્યાપક વરસાદ નેકારણ જિલ્લાના 1.65 લાખ હેકટરથી વધુમા થયેલ વાવેતરને ફાયદો થશે.

અન્ય સમાચારો પણ છે...