તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાધાપુરી સરસવ વચ્ચે પુલ અને રસ્તો બનાવવા કલેક્ટરને આદેશ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિજયનગરતાલુકાના સરસવના રાધાપુરી વિસ્તારને જોડતા બિસ્માર રસ્તા અને ચોમાસામાં લોકાચાર માટે ગયેલા 500 થી વધુ આદિવાસી સમાજના લોકો હરણાવ નદીમાં પુર આવતા ફસાઇ ગયાનો દિવ્ય ભાસ્કરમાં છપાયેલા અહેવાલના પગલે જીલ્લા કલેક્ટરે માર્ગ અને મકાનના પંચાયત વિભાગને કામગીરી હાથ ધરવા તાકીદ કરી છે.

વિજયનગર તાલુકાના ખોખરાપટ્ટાના સરસવ ગામનો રાધાપુરી વિસ્તાર, કેલાવા, કંથારિયા, ઓલાન મહુંડા ગામના કેટલાક વિસ્તાર ખોખરાથી વણજ થઇ ખેડબ્રહ્મા અને આગળ સાબરમતીમાં ભળતી હરણાવનદીના સામા કાંઠા વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો વસવાટ કરે છે.

જેમાં ખોખરા - કેલાવાના મુખ્ય માર્ગ બાદ ઓલાન મહુડા ગામે ડીપ બનાવાયો છે જ્યારે કંથારીયા - કેલાવા - ઇડરીયા-વાવ રાધાપુરી ગામ અને સામા કાંઠાના વિસ્તાર વચ્ચે કોઇ પુલ નહિં હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડવો પડી રહ્યો હતો.

જે ઘટનાને દિવ્ય ભાસ્કર દ્વારા અહેવાલ છપાયા બાદ સાબરકાંઠા જીલ્લા કલેક્ટરે માર્ગ અને મકાન વિભાગને પુલ અને રસ્તો બનાવવા તાકીદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો