તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડબ્રહ્માની જ્યોતિ વિદ્યાલયમાં માતૃભાષા વંદના દિન ઊજવાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્માની જ્યોતિ વિદ્યાલયમાં માતૃભાષા વંદના દિન ઊજવાયો

ખેડબ્રહ્મા |ખેડબ્રહ્માની સંત નથ્થુરામબાપા જ્યોતિ વિદ્યાલયમાં માતૃભાષા દિનની ઊજવણી કરાઇ હતી. જેમાં ગ્રંથપાલ એન.આર.પટેલે વિશ્વકક્ષાએ ગુજરાતી ભાષાનો થતો ઉપયોગ વિશે ચર્ચા કરી હતી. નિવૃત પ્રાધ્યાપક જયંતભાઇ ઉપાધ્યાયે ગુજરાતી ભાષાનું મહત્વ સમજાવ્યું હતું. જયંતભાઇ ઉપાધ્યાયના હસ્તે શિક્ષકોનું પુસ્તક આપી સન્માન કરાયું હતું. શાળાના મંત્રી જેઠાભાઇ પટેલ, પ્રિન્સીપાલ સુરેશભાઇ પટેલ તથા મ.શિ. રાજેન્દ્રસિંહ રહેવરે માતૃભાષા વંદનાનું મહત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન યોગેન્દ્રકુમાર ત્રિવેદીએ કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...