તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડબ્રહ્મા-મેઘરજમાં આવેદન , તલોદમાં રેલી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મેઘરજમાં આવેદન અપાતાં પોલીસ સ્ટાફ ખડેપગે તૈનાત

ખેડબ્રહ્મામાં ભવિષ્યમાં ફરી આવી ઘટના ના દહોરાય તેવી માંગ કરાઇ

તલોદમાં 50થી વધુ દલિતો રેલીમાં જોડાઇ વિરોધ કર્યો

ગુરૂવારેસાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના દલિત સમાજ દ્વારા રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.

તલોદ તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નવનીતકુમાર નરસિંહભાઇ વણકર સહિત 50થી વધુ દલિતોએ જણાવ્યુ હતું કે સમઢીયાળા ગામના દલિત યુવાનોને ખોટી રીતે માર મારી ત્રાસ ગુજારવામાં આવેલ છે. જેથી તેનો અમે સખ્ત વિરોધ ..અનુસંધાન8 પર

તલોદમાં 50થી

કરીએછીએ. વિરોધના ભાગરૂપે ગુરૂવારે તલોદના માતાજી ચોકથી મામલતદાર કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી. રેલીમાં વિનુભાઇ પટેલ, હર્ષદભાઇ પટેલ, મંગુભાઇ ઝાલા, એ.ડી.પટેલ, રાજુભાઇ રાવલ સહિત દલિત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

હુમલામાંઘવાયેલા

તોડફોડકરતાં અટકાવતાં ઉશ્કેરાયેલા શખ્શોએ વેપારીઓ ઉપર લાકડીઓથી હુમલો કરી દીધો હતો. હુમલામાં હની એજન્સીના હિતેન્દ્રભાઇ જોષી અને રામદેવ ઇલેકટ્રોનીકસ ના હિતેન્દ્રસિંહ પુરોહિત સહિતના વેપારીઓ અને નીલકંઠ નામનો એક વ્યકિત ઘવાતાં મોડાસાની સાર્વજનીક હોસ્પીટલમાં ખસેડાયા હતા. સખત મારથી ગંભીર રીતે ઘવાયેલા હિતેન્દ્રભાઇ જોષીને માથાના ભાગે પહોંચેલી ગંભીર ઇજાઓને કારણે તાબડતોડ વેપારીને અમદાવાદ વાડીલાલ સારાભાઇ હોસ્પીટલમાં ખસેડાયા હતા. પરંતુ ગુરૂવારના રોજ વેપારીની તબીયડ લથડતાં તેઓને તાબડતોડ હાયર ટ્રીટમેન્ટ માટે ખાનગી હોસ્પીટલમાં ખસેડવાની ફરજ પડી હતી.

નરસિંહપુરામાં

સ્થળનિરીક્ષણ કર્યા બાદ ખાળકૂવામાં એક જવાનને ઉતારી એક કલાકની જહેમત બાદ દલીબેનને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે દલીબેનને થયેલી સામાન્ય ઇજાને કારણે તેમને સારવાર માટે ખસેડાયા હતા.

કુકડીયાપાસે

અળખાભાઇવણકર, શૈલેષભાઇ ધનાભાઇ વણકર, હિતેષભાઇ ધુળાભાઇ વણકર, કમલેશભાઇ મગનભાઇ વણકર, અમરતભાઇ લખાભાઇ વણકર, સતિષભાઇ કોદરભાઇ વણકર તથા વીણાબેન કલ્પેશભાઇ વણકર સહિત 130થી વધુના ટોળાએ રોડ પર આવી જઇ આડશો મૂકી વાહન વ્યવહાર અટકાવી દઇ શાંત વાતાવરણમાં ખલેલ પહોંચાડી હતી. જેથી જાહેરનામાનો ભંગ થતાં બડોલી આઉટપોસ્ટના કોન્સ્ટેબલ વિષ્ણુસિંહ શેતાનસિંહે તેમની વિરૂધ્ધ ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અણસોલગામના

મકાનનાબધા રૂમોમાં મુકેલા કબાટો તેમજ તિજોરી તોડી તેમાંથી અંદાજે રૂા.1.76 લાખના સોનાના દાગીના તેમજ રોકડ રકમ રૂા.4 હજાર મળી રૂા.1.70 લાખના મુદા્માલની ચોરી કરી ભાગી છુટયા હતા. બનાવ અંગે ગુરૂવારે ભરતભાઇ પરત ઘરે આવતા ચોરી થઇ હોવાનું જણાયું હતું. ત્યારે તેઓ ચોંકી ઉઠયા હતા અને બનાવ અંગે શામળાજી પોલીસને જાણ કરી હતી. જે આધારે શામળાજી પોલીસે ઘટના સ્થળે આવી તપાસ કર્યા બાદ પી.એસ.આઇ. વાય.જે.રાઠોડે અજાણ્યા શખ્સો સામે ચોરીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસસ્ટેશનની

છેલ્લાબે માસથી નાસ્તો ફરતો આરોપી મોડાસા આવવાનો હોવાની બાતમી જિલ્લા એલસીબી ઇન્સ્પેકટર પ્રહલાદસિંહ પરમારને મળતાં પોલીસે બસ સ્ટેન્ડ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. આરોપી ફીરોજ શેખ બસ સ્ટેશનમાંથી બહાર નીકળતાં એલસીબી ટીમે છાપો મારી દબોચી દીધો હતો આમ પોલીસ કસ્ટડીમાંથી ભાગી છૂટેલ વોન્ટેડ આરોપીને ઝડપી લેવામાં જિલ્લા એલસીબી પોલીસને સફળતા મળી હતી. અને ઝડપી લેવાયેલ આરોપીને મેઘરજ પોલીસને હવાલે કરાયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પેરોલ, ફર્લો, વચગાળાના જામીન ઉપરના કે જેલમાંથી ફરાર કેદીઓને ઝડપી લેવા ગૃહ વિભાગ, પોલીસ મહાનિર્દેશક, સીઆઇડી ક્રાઇમ અને રેલ્વે મહાનિર્દેશકનાઓ દ્વારા હાથ ધરવામાં આવેલ વિશેષ ઝૂંબેશ અંતગર્ત વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા સઘન કાર્યવાહી હાથ ધરાઇ છે.

મેઘરજ પીએસઓની બેદરકારી કે તંત્રની લાપરવાહી અંગે તપાસ કરાવો (બોકસ)

કુખ્યાત વાહનચોર ફીરોજ શેખ પોલીસને થાપ આપી હવાલાતમાંથી ભાગી છુટતાં પંથકમાં ચકચાર મચી હતી. ઘટના બાદ ફરજમાં બેદરકારી દાખવનાર પીએસઓને સસ્પેન્ડ કરાયા હતા. પરંતુ તંત્રની લાપરવાહી ઉપર ખાસ ધ્યાન અપાયું હતું. ઘટના વેળાએ પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરા બંધ હતા, લોકઅપના ટોયેલટમાં પાણી આવતુ હોઇ આરોપીને બહાર કઢાયો હતો. લાપરવાહીના મુદે પોલીસ વડા દ્વારા ન્યાયિક તપાસ હાથ ઘરાય તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.

મેઘરજમાં કલેક્ટરને આવેદન અપાયું. તસ્વીર-ક્રિપાલસિંહ ચૌહાણ

દલિતો પર ગુજારવામાં આવેલા અત્યાચારના વિરોધમાં ખેડબ્રહ્મા દલિત સમાજ દ્વારા ગુરૂવારે રેલી કાઢી નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. તસ્વીર - અમૃત સુથાર

તલોદ તાલુકાના દલિત સમાજ દ્વારા આવેદન અપાયું.તસ્વીર - ભોગીલાલ પટેલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો