ગેરહાજર 5 સદસ્યો વિરુદ્ધ શિસ્ત ભંગના લેવાશે : અશ્વિન કોટવાલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્મા નગરપાલિકામાં સામાન્ય ચૂંટણી 17 ફેબ્રુઆરીએ યોજાઇ હતી જેમાં ભાજપ અને કોંગ્રેસના 14-14 સભ્યો ચૂંટાઈ આવતાં નગરપાલિકામાં ટાઈ પડી હતી. જે બાદ સોમવારે યોજાયેલી પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસના 5 સભ્યો ગેરહાજર રહેતાં ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ જાહેર થતાં ખળભળાટ મચી ગયો હતો.

સોમવારના રોજ નાયબ કલેક્ટર કૌશિકભાઈ મોદીની અધ્યક્ષતામાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પાલિકાના હૉલમાં યોજાઈ હતી જેમાં ભાજપના 14 અને કોંગ્રેસના નવ સભ્યો હાજર રહ્યા હતા જ્યારે કોંગ્રેસના 5 સભ્યો ગેર હજાર રહ્યા હતા. ગેર હજાર રહેલા પાંચ સભ્યો વિરુદ્ધ કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી સમયમાં શિસ્ત ભંગના પગલાં લેવાના ભણકારા વાગી રહ્યા છે.

ખેડબ્રહ્મા પાલિકાની પ્રમુખની ચૂંટણીની મિટિંગમાં કોંગ્રેસના શહેર પ્રમુખ જીજ્ઞેશભાઈ જોશી, પૂર્વ કારોબારી ચેરમેન પ્રવિણસિંહ સોલંકી, પૂર્વ પ્રમુખ સાગરભાઈ પટેલ, બનાબા દેવડા, અને આશાબેન ભામ્ભી પાલિકાના પ્રમુખની ચૂંટણી સભામાં ગેરહજાર રહ્યા હતા આ અંગે કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી અને ખેડબ્રહ્મા ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલે જણાવ્યું હતું કે ગેર હજાર રહેનાર પાંચ સભ્યો વિરુદ્ધ આગામી સમયમાં કોંગ્રેસ પક્ષ દ્વારા શિસ્તભગના પગલાં લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...