ખેડબ્રહ્માના રૂદ્રમાળામાં રૂદ્રેશ્વર મહાદેવનો તૃતીય પાટોત્સવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્માતાલુકાના રૂદ્રમાળા ગામે શુક્રવારે ધામધૂમથી રૂદ્રેશ્વર મહાદેવ મંદિરનો ત્રીજો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો.

મુખ્ય યજમાન અને ભોજન દાતા તરીકે સ્વ.ઠા.સા. ભવાનસિંહ હિંમતસિંહ વાઘેલા પરિવારે લાભ લીધો હતો. તેમની સાથે વિરભદ્રસિંહ અભેસિંહ વાઘેલા, પટેલ જશુભાઇ લાલાભાઇ, પટેલ નરેશભાઇ પ્રભુભાઇ તથા સુથાર ભરતભાઇ અમૃતભાઇએ ધર્મ લાભ લીધો હતો. પાટોત્સવની મહાપૂજા મટોડાના શાસ્ત્રી દિવ્યેશભાઇએ કરાવી હતી. પાટોત્સવ બાદ મંદિર પરિસરમાં વિર બાવજી ભજન મંડળ નાદરી દ્વારા ભજન સત્સંગ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...