તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોતા ગામના તળાવમાં આવતુ કેનાલનું પાણી અટકાવી દેવાતાં પાણીના વલખાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્માતાલુકાના ગોતા ગામનું તળાવ ભરવા માટે પટેડા તળાવની કેનાલમાં મુકવામાં આવેલ ગરનાળુ પુરી દેવાતા ગોતા ગામમાં સિંચાઇ તથા ઢોર-ઢાંખરને પીવાના પાણી માટે કટોકટી સર્જાઇ છે. અંગે યોગ્ય કાર્યવાહી કરવા ગોતાના ખેડૂતોએ નાયબ કલેકટરને લેખિત રજૂઆત કરી છે. લેખિત રજૂઆતમાં નાછૂટકે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ગોતાના સરપંચ દિલિપસિંહ ચૌહાણ, હિતેન્દ્રસિંહ.કે.ચૌહાણ, જે.એન.પટેલ, રમેશભાઇ ખાંટ તથા એન.કે.ભંગી સહિત અન્ય ખેડૂતોના જણાવ્યા અનુસાર કેટલાક વિધ્ન સંતોષીઓએ ગામના તળાવમાં આવતા પાણીનું ગરનાળુ પુરી દીધુ હોવાથી બંધ થઇ જવા પામ્યુ છે. ઢોર-ઢાંખર માટે મુશ્કેલી સર્જાઇ છે.

અન્ય સમાચારો પણ છે...