ખેડબ્રહ્મા પાલિકાની ચૂંટણી માટે સીમાંકન અને અનામત બેઠકોની ફાળવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
14 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે

ખેડબ્રહ્માપાલિકામાં કુલ સાત વોર્ડના 28 સદસ્યો ચૂંટાશે. જેમાં 14 બેઠકો મહિલા માટે અનામત ખેડબ્રહ્મા નગરપાલિકાની આગામી ફેબ્રુઆરી માસમાં મુદત પૂર્ણ થતી હોય રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા શહેરની બેઠકોનું સીમાંકન તથા બેઠકોનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં શહેરના 7 વૉર્ડની 28 બેઠકો ફાળવવામાં આવી છે. જેમાં 14 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. ચૂંટણી આયોગ દ્વારા સીમાંકનનું જાહેરનામું બહાર પાડવામાં આવતા શહેરનું રાજકીય વાતાવરણ ગરમાયું છે.

ખેડબ્રહ્મા પાલિકાની 2011ની વસ્તી ગણતરી આધારે પાલિકાને 7 વોર્ડમાં વહેંચવામાં આવી આવી છે અને દરેક વોર્ડ દીઠ 4 બેઠક મુજબ 28 બેઠક નક્કી કરવામાં આવી છે.ગામ વિસ્તાર સહિત ગામથી ઉત્તર તરફના વિસ્તારના વોર્ડ 1 અને 2 નક્કી કરવામાં આવ્યા છે જ્યારે સમગ્ર સ્ટેશન વિસ્તારને 5 વોર્ડમાં વહેંચવામાં આવ્યા છે.

વોર્ડ 1માં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિની વસ્તી વધારે છે. પછાત વર્ગની વસ્તી વોર્ડ 2 માં વધુ છે 14 મહિલા બેઠકોમાં 10 બેઠકો સામાન્ય, 2 બેઠકો અનુસૂચિત જનજાતિ અને 1 બેઠક બક્ષીપંચનો સમાવેશ થાય છે. બક્ષીપંચની સ્ત્રી અનામત બેઠક વોર્ડ 2 માં ફાળવવામાં આવી છે જ્યારે વોર્ડ 5માં બધી બેઠકો સામાન્ય ફાળવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...