ખેડબ્રહ્મા હરણાવ નદીમાં ફસાયેલા 6 ને બચાવાયાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્માપંથકમાં ગુરૂવાર બપોરના હરણાવ નદીમાં અાવેલી રેપડી માતાજી મંદિરમાં પાંચ લોકો સહિત પૂજારી પૂજા કરતાં હતા. તે સમયે નદીમાં અચાનક પૂર આવી જતાં પાણી મંદિરની આજુબાજુ ફરી વળ્યું હતું. પૂજા કરવા આવેલામાં ગોપાલભાઇ ભીખાભાઇ ઠાકરડા, લખુબેન બલુભાઇ ઠાકરડા, રંજનબેન ગોપાલભાઇ ઠાકરડા, પ્રજ્ઞાબેન ગોપાલભાઇ ઠાકરડા, આશાબેન ઇશ્વરભાઇ ઠાકરડા તથા કરામાભાઇ પૂજારી ફસાઇ ગયાં હતા. જેમને ખેડબ્રહ્માના ડિઝાસ્ટર મામલતદાર નરેશભાઇ ડોડીયાને જાણ થતાં સ્થાનિક નાવિકોને બોલાવીને અને નાવડીમાં બેસાડીને સલામત બહાર કાઢવામાં આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...