તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડબ્રહ્મામાં મામલતદારની જગ્યા ખાલી રહેતા હાલાકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મામલતદાર કચેરીની અન્ય ખાલી પડેલી આઠ જગ્યાઓ ભરવા માંગ

ખેડબ્રહ્મામામલતદારની જગ્યા ઘણા સમયથી ચાર્જમાં ચાલે છે. મામલતદારની જગ્યા ખાલી હોવાથી લોકોના કામ ખોરંભે પડે છે. લોકોના મામલતદાર કચેરીના ધક્કા વધી જવાથી લોકોની પરેશાનીમાં વધારો થવા પામ્યો છે. તાલુકાના મુખ્ય અધિકારી એવા મામલતદારની ખાલી જગ્યા સત્વરે ભરવામાં આવે તેવી લોકોની માગણી છે.

તાલુકાના અને શહેરી વિસ્તારના તમામ કાર્યક્રમ નાયબ મામલતદાર દ્વારા કરવામાં આવી રહ્યા છે અને આગામી સમયમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી કામ પણ નાયબ મામલતદાર દ્વારા કરવામાં આવશે. જેથી લોકોના ખોરંભાય છે. બે તાલુકાની કામગીરીના ભારણને લીધે બંને તાલુકાના કામ વિલંબમાં પડે છે. ગરીબ લોકોના રેશનકાર્ડથી માંડી તમામ દાખલા, ઇ-ધરાની નોંધો મંજૂર કરવી, ઇ-ધરામાં અંગૂઠાની છાપ આપવી તથા કેસ ચલાવવામાં વિલંબ થતો હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે અને લોકોને ધક્કા ખાવાનો વારો આવે છે. સિવાય કચેરીમાં ત્રણ નાયબ મામલતદાર સહિત અન્ય પાંચ જગ્યાઓ પણ ખાલી છે. તેથી પણ લોકોના કામ ઝડપથી થતા નથી. ખેડબ્રહ્મા મામલતદારની જગ્યા સત્વરે ભરાય કે પછી નાયબ મામલતદારને મામલતદારનો ચાર્જ સોંપવામાં આવે તો લોકોને ધક્કા ખાવા પડે અને કામ ખોરંભે ચડે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો