ખેડબ્રહ્મામાં હોળીની ગોઠ મામલે પથ્થરમારો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્મામાંસોમવારે ધૂળેટીની રાત્રે ગોઠ માગવાની બાબતમાં બે જૂથો વચ્ચે મામલો બિચકતા છૂટા હાથે પથ્થરમારો કરાતા ત્રણ જણાને ઇજાઓ પહોંચી હતી. જોકે પોલીસને સમયસર ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડયો હતો.

ખેડબ્રહ્માના ગામ વિસ્તારમાં સોમવારે રાત્રે હોળીની ગોઠ બાબતે બે જૂથો વચ્ચે મામલો બિચકતા છૂટા હાથે પથ્થરમારો કરાયો હતો. ઉપરાંત બંને જૂથના ટોળા એકત્ર થઇ જતા ઘટના અંગેની પોલીસને જાણ થઇ હતી. પથ્થરમારાની ઘટના દરમિયાન ત્રણ જણાને ઇજાઓ પહોંચી હતી અને તેમણે ખેડબ્રહ્માની જનરલ હોસ્પિટલમાં સારવાર મેળવી હતી. જનરલ હોસ્પિટલના સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર પથ્થરમારાને કારણે દશરથભાઇ છગનભાઇ ઠાકોર (ઉ.વ.આ.30), અજયકુમાર બાબુભાઇ ઠાકોર (ઉ.વ.આ.25) અને અમરતભાઇ ભીખાભાઇ ઠાકોર (ઉ.વ.આ.41) ને ઇજાઓ પહોંચતા જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા હતા.

જોકે બિચકેલા મામલાને ખેડબ્રહ્મા પોલીસને જાણ થઇ જતા પોલીસે સમય સૂચકતા વાપરી ઘટના સ્થળે પહોંચી મામલાને થાળે પાડયો હતો. અંગે હજુ સુધી કોઇ જૂથ દ્વારા પોલીસ ફરિયાદ કરાઇ નથી.

2 જૂથો સામસામે આવી જતાં પથરા ફેંકાતાં અફડાતફડી, 3 જણાને ઇજા: પોલીસ દોડી

અન્ય સમાચારો પણ છે...