વિશ્વ આદિવાસી દિન નિમિત્તે લાંબડીયામાં આદિવાસી સંમેલન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાંબડીયા :લાંબડીયાની પારસહાઇસ્કુલમાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણીના ભાગરૂપે આદિજાતિ પ્રોજેક્ટ વિભાગ દ્વારા એક આદિવાસી સંમેલન ગુજરાત આદિજાતિ વિકાસ નિગમના ચેરપર્સન, રમીલાબેન બારાની અધ્યક્ષતામાં યોજાયું હતું. કાર્યક્રમમાં આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતાં ઢોલ- નગારાના તાલે આદિવાસી નૃત્ય તેમજ ગરબા પણ યોજાયા હતા. કાર્યક્રમમા઼ પદશીના, ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકાના આદિવાસી ભાઇ બહેનો મોટી સંખ્યામા઼ ઉમટી પડ્યા હતા. ઉપરાંત પોશીના મામલતદાર એલ. એમ. અસારી, તાલુકા વિકાસ અધિકારી અમરતભાઇ ભાંભી, લાંબડીયા ગામના અગ્રણી અને આદિવાસી સમાજમાં વર્ષોથી સેવારૂપી કામ કરતાં કાદરભાઇ મેમણ(નેતાજી) ખેડબ્રહ્મા તાલુકા સદસ્ય શીવુભાઇ પરમાર, ભોજાભાઇ મકવાણા (પૂર્વ પ્રમુખ, ખેડબ્રહ્મા તાલુકા પંચાયત)સહિત આદિવાસી આગેવાનો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નાડા ગ્રામપંચાયતના સરપંચ રૂમાલભાઇ ધ્રાંગી અને લાંબડીયા ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ વિક્રમભાઇ રાઠોડે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...