તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડબ્રહ્મા | ખેડબ્રહ્મામાં ગુજરાત સરકાર દ્વારા 1 લી જુલાઇ સુધી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્મા | ખેડબ્રહ્મામાં ગુજરાત સરકાર દ્વારા 1 લી જુલાઇ સુધી નવિન મતદાર સુધારણા ઝુંબેશ દ્વારા નવિન મતદારોની નોંધણી, નામ સુધારણા તથા મતદાર યાદીમાં નામ છે કે નહીં તે અંગે પ્રાંત અધિકારી વિશાલભાઇ સક્સેનાની સૂચના અંતર્ગત નાયબ મામલતદાર હર્ષભાઇ પરમાર, ડિમ્પલબેન ભટ્ટ દ્વારા રેલીનુ આયોજન કરવામાં આવ્યુ હતું. જે રેલી શેઠ કે.ટી.હાઈસ્કૂલમાંથી નિકળી બજારમાં ફરી હતી. જ્યારે જ્યોતિ હાઈસ્કૂલમાંથી નિકળેલસ રેલી ઉન્ડવા, નવા મારવાડા સહિતના વિસ્તારોમાં ફરી સુત્રોચાર કરી લોકોને જાગૃત કર્યા હતા. રેલીમાં જ્યોતિ હાઈસ્કૂલના આચાર્ય સુરેશભાઈ પટેલ શેઠ.કે.ટી. હાઈસ્કૂલના વિભાશભાઈ રાવલ સહિત બાળકો હાજર રહ્યાં હતા.- તસવીર-જતીનસુથાર

અન્ય સમાચારો પણ છે...