તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડબ્રહ્મા તાલુકા પં.માંથી રાજીવ ગાંધી ભવનનું એમબી રેકોર્ડ ગુમ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખેડબ્રહ્મા તાલુકામાં આગીયા, મટોડા, ગુંદેલ, ગઢડા શામળાજી તથા હીંગટીયા સહિતના 16 ગામોમાં 2011-12ના વર્ષમાં રાજીવ ગાંધી ભવન બનાવવામાં આવ્યા હતા. એક ભવનનો રૂા.16 લાખનો ખર્ચ અંદાજી ગ્રામ પંચાયત દ્વારા કોન્ટ્રાકટરોને કામ આપવામાં આવ્યુ હતું. ભવનો તૈયાર થયા પછી રાજયના મંત્રી ગણપતભાઇ વસાવાના વરદ હસ્તે ઉદઘાટન પણ કરવામાં આવ્યુ હતું. અંગે ટી.ડી.ઓ.ને લેખિત તથા મૌખિક વારંવાર રજૂઆતો કરવામાં આવી છે પણ સિમેન્ટ, ઇંટો, મજૂરી સહિતના લાખો રૂપિયાનું ખર્ચ ચૂકવવામાં આવતુ નથી. વિરોધપક્ષના નેતા શિવાભાઇ પરમારે જણાવ્યુ હતું કે, ભવનો પેટે શરૂઆતમાં મામુલી રકમ ચૂકવ્યા પછી મોટી રકમો છ-છ વર્ષથી બાકી છે.જેથી ભવનો બનાવનાર કોન્ટ્રાકટરોની દશા દયનીય થઇ ગઇ છે. ભવનોની લાખો રૂપિયાની ગ્રાન્ટ છેલ્લા એક વર્ષથી તાલુકા પંચાયતમાં પડી છે. ભવનોનું એમ.બી. રેકર્ડ ગુમ થયા અંગેની ચર્ચાએ તાલુકામાં જોર પકડયુ છે. અંગે ખેડબ્રહ્મા તાલુકા વિકાસ અધિકારીએ રાજીવ ગાંધી ભવનનું એમ.બી. રેકર્ડ મળતુ નથી. તેથી ભવનોનું બાકી પેમેન્ટ ચૂકવી શકાતુ નથી તેમ કહી હાથ અધ્ધર કરી દીધા હતા.

લાખો રૂપિયાની બાકી રકમ માટે વિરોધપક્ષના નેતાની રજૂઆત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો