તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્યામનગરમાં મંદિર સહિત ચાર જગ્યાએ તાળા તૂટયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દાનપેટીમાંના 2 થી 3 હજારની ચોરી

શ્યામનગરખાતે વડાલી સત્તાવીસ સુથાર સમાજ સંચાલિત વિશ્વકર્મા ભગવાન, ચામુંડા માતાજી, શનિદેવના મંદિરમાં તથા બાજુમાં આવેલા સભાખંડ અને ટીફીન સેવા અને ફ્લોર ફેક્ટરીના તાળા તૂટ્યા હતા. મંદિરમાં આવતા ઝાળીના તાળા તૂટેલા હતા અને અંદરનો દરવાજો પણ ખૂલ્લો હતો. અંદર જોતા ભગવાનના વસ્ત્રો ફેદી નાખેલા હતા અને દાનપેટી મંદિરમાં હોવાથી પુજારીને ચોરી થયાનું જણાતા તેમણે મંદિરના પ્રમુખને ફોન કરતા તેઓએ આવી તપાસ કરતા મંદિર પાછળ રેલ્વે લાઇન ઉપર તૂટેલી હાલતમાં દાનપેટી મળી આવી હતી. જ્યારે બાજુમાં સભાખંડના તાળા તોડી નાખેલા અને તમામ તાળા ચોર ઇસમો લઇ ગયા હતા. જેથી મંદિરના પ્રમુખ પરસોત્તમદાસ નાથાલાલ મિસ્ત્રીએ મંદિરના તાળા તોડી દાનપેટીમાંના 2 થી 3 હજારની ચોરી કરવા અંગે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો