તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માતની ઘટનામાં એક શખસને 6 માસની સાદી કેદ અને દંડની સજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાંબડીયા-કોટડામાર્ગ પર બે વર્ષ અગાઉ ફોર્ડફીગો અને ફ્રન્ટી કાર વચ્ચે થયેલા અકસ્માતની ઘટનામાં પોશીના કોર્ટે એક શખ્સને કસુરવાર ઠરાવી શુક્રવારે 6 માસની સાદી કેદ સાથે રૂા.1 હજારનો દંડ ફટકારી સજાનો હુકમ કર્યો છે.

ખેડબ્રહ્માના ઉંચીધનાલ ખાતે રહેતા હિતેષકુમાર પટેલની ફોર્ડફીગો ગાડી તેમજ પોશીના તાલુકાના નાડા ગામના રહીશ ધર્મેન્દ્રભાઇ જોરાભાઇ સોલંકીની ફ્રન્ટી કાર વચ્ચે બે વર્ષ અગાઉ અકસ્માત સર્જાયો હતો અને તે અંગે ખેરોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. જે અકસ્માતની ઘટના અંગેનો કેસ પોશીનાના પ્રિન્સીપાલ સિવિલ જજ એ.કે.ડાભીની કોર્ટમાં ચાલી જતા કોર્ટે અકસ્માતના ગુનાના આરોપી ધર્મેન્દ્રભાઇ જોરાભાઇ સોલંકીને શુક્રવારે કસુરવાર ઠેરવી 6 માસની સાદી કેદ સાથે રૂા.1 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો