તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડબ્રહ્માની તાલુકા શાળા 1 ના પાણીનો હોજ જોખમી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખુલ્લા હોજના કારણે અભ્યાસ કરતાં 200 નાના બાળકો રમતા રમતા હોજમાં પડી જાય તેવી શંકા

ખેડબ્રહ્માનીતાલુકા પ્રાથમિક શાળા નં.1ના ઓરડાનું બાંધકામ ચાલુ છે. ઓરડાના જરૂરી પાણીના વપરાશ માટે કોન્ટ્રાકટર દ્વારા મોટો હોજ બનાવવામાં આવ્યો છે. ખુ્લ્લો પાણીથી ભરેલો હોજ શાળાના બાળકો માટે જોખમી સાબિત થાય તેમ છે. શાળામાં ધોરણ-1 થી 7 સુધીમાં 200 બાળકો અભ્યાસ કરે છે. નાના ભૂલકાં રમતા રમતા હોજમાં પડી જવાની શંકા સેવાઇ રહી છે. જેથી કોઇપણ બાળકના જીવનું જોખમ ઉભુ થાય તે પહેલા હોજ ઢાંકવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

વળી શાળાના ઓરડાના બાંધકામ માટેના પાણી શાળાની પરબના પાલિકાના નળ કનેકશનનું પાણી વાપરવામાં આવે છે. કોન્ટ્રાકટર દ્વારા શાળાના પાણીનું કનેકશન સીધુ હોજમાં જોડાણ કરી દીધુ છે. તેથી શાળાના બાળકોને પાણી પીવા માટે બહાર જવુ પડે છે.

અંગે નટવરસિંહ.જી.ચાવડાના જણાવ્યા અનુસાર કોન્ટ્રાકટર દ્વારા નળ કનેકશન બાંધકામના ઉપયોગમાં લેવાતુ હોવાથી નાના બાળકો તરસે રહે છે. વળી મધ્યાહન ભોજનની રસોઇ માટે પણ બહારથી પાણી લાવવુ પડે છે. નળ કનેકશન હોજમાંથી કાઢી નાખવા તથા હોજને ઢાંકવા માટે વાલીઓમાં માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...