તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડબ્રહ્મામાં શિવપુરાણ જ્ઞાનકથાનો સોમવારથી પ્રારંભ કરાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્મા : ઠાકોર મંદિર ટ્રસ્ટ દ્વારા ખેડબ્રહ્મામાં શિવપુરાણ જ્ઞાનયજ્ઞ કથાનું 20 થી28 ઓગસ્ટ સુધી રાત્રે 8 થી 11 કલાક સુધી શ્રાવણ માસ દરમિયાન આયોજન કરવામાં આવ્યુ છે. કથાના પ્રથમ દિવસે પોથીયાત્રા કથાના મુખ્ય યજમાન સવિતાબેન જગુભાઈ પટેલ (સુરતીકંપા)ના નિવાસસ્થાનેથી નીકળી હતી. વ્યાસપીઠ ઉપરથી નારાયણદાસ મહારાજ (મુંબઈવાળા) શિવ વિવાહ, રામ જન્મ, કૃષ્ણ જન્મ, સહિતના પ્રસંગો તથા બાર જ્યોતિર્લિગની કથાનું રસપાન કરાવશે. કથાને સફળ બનાવવા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, ઉત્સવ સમિતિના સભ્યો, ગોપી મંડલની બહેનો તથા મંદિરના પુજારી જસુભાઈ પંડ્યા જહેમત ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...