બધાને અનામત જોઇએ છે, બંધારણમાં કોઇએ ફેરફાર નહીં થાય : નીતિન પટેલ

ખેડબ્રહ્મામાં જિલ્લા કક્ષાની વિશ્વ આદિવાસી દિનની ઊજવણીમાં નિવેદન

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:10 AM
બધાને અનામત જોઇએ છે, બંધારણમાં કોઇએ ફેરફાર નહીં થાય : નીતિન પટેલ
9 મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનની ઊજવણી ખેડબ્રહ્મામાં કરવામાં આવી હતી.જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અનામત બાબતે કહ્યું કે, બધાને અનામત જોઇએ છે પરંતુ બંધારણ નક્કી છે તેમાં આદીવાસી સમાજ સહિત કોઇ પણ સમાજની ટકાવારીમાં કોઇ ફેર નહીં થાય.

ખેડબ્રહ્માની આરડેકતા ઇન્સ્ટીટ્યુટ ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ વિશ્વ આદિવાસી દિનની ઊજવણી કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીનું આદિવાસી સમાજ દ્વારા તલવાર, તીરકામઠા, માટીના ઘોડા અાપીને પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યુ હતું તથા રમીલાબેન બારાએ નીતીનભાઇને રાખડી બાંધી સ્વાગત કર્યું હતુ.

આ પ્રસંગે નીતિનભાઇએ જણાવ્યું કે, આદિવાસી સમાજે આજે પણ પોતાની સંસ્કૃતિને જાળવી રાખી છે. ભાજપ સરકાર આવી ત્યારથી આદિવાસી સમાજના યુવાનો ડોક્ટર એન્જિનીયર બની રહ્યા છે. હાલમાં 80,000ની ભરતી કરવામાં આવી છે . જેમાં 15 ટકા આદિવાસી યુવાનોને નોકરી મળી છે. અમે ખાલી ભાષણ કરતા નથી કહીએ તે કરીએ છીએ. અત્યારે બધાને અનામત જોઇએ છે પરંતુ આદીવાસી સમાજ સહિત કોઇપણ સમાજની અનામતની ટકાવારીમાં કોઇ ફેરફાર નહીં થાય. નીતીનભાઇ પટેલ દ્વારા રાજ્યના કિશોર અને કિશોરીઓમાં કુપોષણ દુર કરવાની માહિતી પુસ્તિકા કોફી ટેબલનું અનાવરણ કરવામાં આવ્યું હતું . ત્યારબાદ સરકાર દ્વારા વિવિધ યોજનાઓની માહિતીની સિડી દર્શાવવામાં આવી હતી.આ પ્રસંગે રમીલાબેન બારા, અશોકભાઇ જોશી, અશ્વિન કોટવાલ, રાજેન્દ્રસિંહ ચાવડા, કોલેજના ટ્રસ્ટી અાર.ડી. પટેલ તથા તંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા.

નીતિન પટેલનું કાર્યક્રમમાં આદિવાસી પરંપરા મુજબ સ્વાગત કરાયું.

રૂ.200 કરોડના વિકાસ કામનું લોકાપર્ણ કરાયું

પાણીની અછતવાળા વિસ્તારોમાં ડ્રિપઇરીગેશન અને સાબરમતી પુલ, હિંમતનગર અંબાજી રોડ, ખેડબ્રહ્મા અને વડાલીના રેસ્ટ હાઉસ મળી માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) ના કુલ 175 કરોડના કામો તથા માર્ગ અને મકાન વિભાગ ( પંચાયત)ના રૂ.25 કરોડના કામો મળી કુલ રૂ.200 કરોડના કામોનું લોકાર્પણ કર્યુ હતું.

X
બધાને અનામત જોઇએ છે, બંધારણમાં કોઇએ ફેરફાર નહીં થાય : નીતિન પટેલ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App