ખેડબ્રહ્મામાં રથયાત્રા સંર્દભે શાંતિ સમિતિની બેઠક મળી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્મા | ખેડબ્રહ્માના ઠાકોર મંદિર તેમજ ગઢડા શામળાજી મંદિર દ્વારા 14 જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનુ આયોજન કરવામાં આવનાર હોઇ સાબરકાંઠા એસ.પી સૌરભસિંઘની સૂચના અનુસાર ખેડબ્રહ્મામાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં પી.આઈ.આઈ.ડી.રાઠોડ, પી.એસ.આઈ. એ.ડી. પરમાર ઠાકોર મંદિર ખેડબ્રહ્મા તથા ગઢડા શામળાજી મંદિરના ટ્રસ્ટીઓ, સમિતિના સભ્યો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક બાદ પોલીસ ઘ્વારા રથયાત્રાના રૂટ પર ફ્લેગ માર્ચ યોજી રૂટની ચકાસણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...