તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Khedbrahma
  • જેઠ પૂનમે શામળાજીમાં શામળીયા અને ખેડબ્રહ્મામાં મા અંબાના દર્શને ભક્તોની ભીડ

જેઠ પૂનમે શામળાજીમાં શામળીયા અને ખેડબ્રહ્મામાં મા અંબાના દર્શને ભક્તોની ભીડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યાત્રાધામ શામળાજી ખાતે જેઠ સુદ પૂર્ણિમા ગુરુવારે ભગવાન શામળીયાના દર્શન હજારો ભક્તો ઉમટ્યા હતા. દિવસ દરમિયાન હજારો ભક્તોએ ભગવાનના ચરણે અને શરણે શિષ નમાવ્યું હતું. પૂનમ પ્રસંગે મેળો પણ ભરાયો હતો જેમાં પણ હજારો લોકોએ મેળાની મજા માણી હતી. જ્યારે ખેડબ્રહ્મામાં માં અંબાના દર્શન કરવા માટે ભક્તોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. પૂનમ હોવાથી મોટી સંખ્યામાં યાત્રાળુ આવ્યા હતા જેથી બસ સ્ટેન્ડ વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ થયો હતો. જેને કારણે સવારે 2 કલાક સુધી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ સમસ્યા દર પૂનમે અને મોટા તહેવારો પર સર્જાતી હોવાથી તંત્ર દ્વારા કાયમી ઉકેલ કાઢવામાં આવતો નથી.તસવીર-જતીન સુથાર / વિપુલ રાણા

અન્ય સમાચારો પણ છે...