તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Khedbrahma
  • ખેડબ્રહ્માના નિવૃત્તકર્મીની પત્નીને ચડાવેલા 2 બોટલ લોહીના સિવિલે રૂ.20 હજાર કાપી લીધા

ખેડબ્રહ્માના નિવૃત્તકર્મીની પત્નીને ચડાવેલા 2 બોટલ લોહીના સિવિલે રૂ.20 હજાર કાપી લીધા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્માનાનિવૃત્ત કર્મચારીની પત્ની અચાનક બીમાર થઇ જતાં હ્રદયની સારવાર માટે અમદાવાદની સિવિલમાં દાખલ કરાયાં હતાં. જેમને શ્વેતકણના લોહીની 2 બોટલ ચઢાવાઇ હતી. લોહીનો રૂ.20 હજારનો ખર્ચ રોગી કલ્યાણ સમિતિમાં પડાયો હતો. તેમ છતાં નિવૃત્ત કર્મચારીના મેડિકલ બિલમાંથી માત્ર રૂ.20 હજારનું બિલ મળવાપાત્ર હોવાથી નામંજૂર કરી નકારી કાઢયુ હતું. માતબર રકમનું બિલ નકારવામાં આવતા કર્મચારી વિમાસણમાં મુકાઇ ગયા છે. અંગે ગુજરાત પેન્શનર સમાજે આરોગ્ય વિભાગમાં રજૂઆત કરી છે.

ખેડબ્રહ્માના નવા મારવાડાના રહીશ પ્રજાપત છગનભાઇ ધુળાભાઇ સિંચાઇ વિભાગના નિવૃત્ત કર્મચારી છે. તેમના પત્ની હીરાબેનની તબિયત બગડતાં અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. સારવાર દરમિયાન 22 મેના રોજ તેમનું અવસાન થયું હતું. હીરાબેનની સારવારનું મેડિકલ બિલ છગનભાઇએ તિજોરી અધિકારી સમક્ષ રજૂ કર્યુ હતું. જેમાં રોગી કલ્યાણ સમિતિ- સિવિલ હોસ્પિટલ અમદાવાદનું રૂ.20 હજારનું બ્લડ કોમ્પોનેન્ટની બે બોટલ લીધી હતી તે તિજોરી અધિકારીએ મળવાપાત્ર હોવાનું કહી નકારી કાઢયું હતું.

છગનભાઇ પ્રજાપતે બિલ માટે સિવિલ હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિમાં તપાસ કરતાં રોગી કલ્યાણ સમિતિએ રૂ.20 હજાર દાનમાં લીધા હોવાનું મૌખિક જણાવ્યું હતું. પણ રૂ.20 હજારની બે રશીદોમાં કોઇ જગ્યાએ દાનનો ઉલ્લેખ જોવા મળતો નથી. ઉપરાંત, લોહીની બે બોટલ લેવા સમયે પણ રકમ દાનમાં લેવાશે તેવો ખુલાસો કરાયો હતો. બીમાર દર્દી માટે રકતકણના લોહીનો ખર્ચ જરૂરી હતો અને અવગણના પણ થઇ શકે તેમ પણ હતો અને ખર્ચ દાન પેટે ગણી શકાય નહીં તેવી દલીલ તેઓ દ્વારા કરાઇ હતી.

આરોગ્ય વિભાગના અગ્રસચિવને લેખિતમાં રજૂઆત

અંગેછગનભાઇ પ્રજાપતે ખેડબ્રહ્મા નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા ગુજરાત પેન્શનર સમાજ અમદાવાદને લેખિતમાં રજૂઆત કરતાં પ્રમુખે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્રસચિવને લેખિતમાં રજૂઆત કરી મેડિકલ બિલ મંજૂર થાય તેવી કાર્યવાહી કરવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...