• Gujarati News
  • જાડીસેબલમાં પોલીસ ફરિયાદની અદાવતમાં મારી નાખવાની ધમકી

જાડીસેબલમાં પોલીસ ફરિયાદની અદાવતમાં મારી નાખવાની ધમકી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્માતાલુકાના જાડીસેબલ ગામે અગાઉ કરેલી ફરિયાદની અદાવત અને મનદુ:ખ રાખી ગડદાપાટુનો માર મારવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા સંદર્ભે ચાર શખ્સો વિરૂધ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

થોડા સમય અગાઉ જાડીસેબલના ધ્રાંગી મોહનભાઇ માનાભાઇએ આજ ગામના કલાભાઇ પરથીભાઇ ડામોર વિરૂધ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કલાભાઇ ડામોરે તેની અદાવત રાખી ગત તા. 30 માર્ચે સાંજના સુમારે મોહનભાઇ ધ્રાંગી સાથે ઝગડો કર્યો હતો અને ગાળો બોલી, ગડદાપાટુનો માર માર્યો હતો. દરમિયાન કલાભાઇ ડામોરના ત્રણ પુત્રોએ ઉપરાણું લઇ મોહનભાઇ ધ્રાંગીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

અંગે જાડીસેબલના મોહનભાઇ માનાભાઇ ધ્રાંગીએ કલાભાઇ પરથીભાઇ ડામોર અને તેમના ત્રણ પુત્રો રાજુભાઇ, રામાભાઇ અને બાબુભાઇ ડામોર વિરૂધ્ધ શુક્રવારે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ જી.કે.ઇસરાની ચલાવી રહ્યા છે.