પાલ દઢવાવના શહીદોની 95 મી વરસી ઉપર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલ દઢવાવના શહીદ સ્મારક રાજસ્થાન ગુજરાતની સહિયારી વિરાસત છે : પૂર્વ મંત્રી દયારામ પરમાર

વિજયનગરતાલુકાના પાલ રાવજીના તાબાના દઢવાવ ગામે 95 વર્ષ પૂર્વે 7મી માર્ચ 1922ના રોજ ખેલાયેલા આઝાદીના સમરાંગણમાં 1200 શહીદોની શહાદતની ઘટના રાજસ્થાન ગુજરાતની સહિયારી વિરાસત છે. જયાં ઐતિહાસિક સ્મારક બનવવાના નિર્ધાર સાથે રાજસ્થાનના પૂર્વ ઉચ્ચ શિક્ષણ પ્રધાન, ખેડબ્રહ્માના ધારાસભ્ય, જિલ્લા સદસ્ય, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ, વિજયનગર તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખની હાજરીમાં પાલ દઢવાવના શહીદોની 95 મી વરસી ઉપર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આઝાદીની લડાઈમાં અનેક સમરાંગનો ખેલાય જેમાં કેટલાક સાંજ સમક્ષ આવ્યા જયારે કેટલીક ઘટનાઓ અંગ્રેજી હુકુમતના ઈશારે દબાવી દેવાઈ એવી એક ઘટના પણ રિયાસતના દઢવાવ ખાતે બની હતી. જેમાં આજથી 95 વર્ષ પૂર્વે ભર દુષ્કાળના વર્ષમાં અંગ્રેજ અમલદાર એચ.જી.સટર્નના ઈશારે તત્કાલિન રિયાસતો દ્વારા ઉઘરાવવામાં આવતા મહેસુલી કર ભરી શકનારા ખેડૂતોએ 7 મી માર્ચ 1922ના રોજ મેવાડના ગાંધી તરીકે ખ્યાતિ પ્રાપ્ત આઝાદીના લડવૈયા કોલયારીના વીર સપૂત સ્વર્ગસ્થ મોતીલાલ તેજાવતની આગેવાની હેઠળ સભા ભરી હતી. જે સભામાં સુરજી નિનામાની આગેવાની હેઠળ શાંતિ જળવાય અને કોઈ અનિચ્છનીય ઘટના બને તે માટે અંગ્રેજ અમલદાર મેજર જનરલ એચ.જી.સટર્નએ મેવાડના ખેરવાડાની મેવાડ ભીલ કોર્પ્સ બટાલિયનના જવાનોને શસ્ત્રો સાથે બંદોબસ્ત ગોઠવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...