તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડબ્રહ્મામાં સા.કાં. બેંકના ચેરમેનનો સન્માન સમારંભ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્મા | ખેડબ્રહ્મા તાલુકાની સહકારી સંસ્થાઓ તરફથી સાબરકાંઠા બેંકના ચેરમેન તરીકે ચૂંટાયેલા મહેશભાઇ પટેલનો સન્માન સમારંભ બજાર સમિતિના હોલમાં યોજાયો હતો. આ સમારંભના અધ્યક્ષ તરીકે રાજ્ય ખેતી બેંકના પૂર્વ ચેરમેન કનુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. એ.પી.એમ.સી.ના ચેરમેન જસુભાઈ પટેલ, બેંકના એમ.ડી. પંકજભાઈ પટેલ, બેંકના ડિરેક્ટર શામળભાઈ સવજીભાઇ પટેલ, મનુભાઈ અમીચંદ પટેલ, રાજ્ય કિસાન સંઘના ઉપાધ્યક્ષ શામળભાઈ પટેલ સહિતના આગેવાનોએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. આ પ્રસંગે ખેડબ્રહ્મા નગરપાલિકાના પ્રમુખ જલકબેન પટેલ, બેંકના ડિરેકટર જ્યોતિન્દ્રભાઇ પટેલ, ઇશ્વરભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...