Home » Uttar Gujarat » Himmatnagar District » Khedbrahma » Khedbrahma - ખેડબ્રહ્મા ભાદરવી પૂનમે માતાના દર્શન માટે બસ સ્ટેશન તરફથી પ્રવેશ મળશે,બાયપાસથી નીકળવાની વ્યવસ્થા

ખેડબ્રહ્મા ભાદરવી પૂનમે માતાના દર્શન માટે બસ સ્ટેશન તરફથી પ્રવેશ મળશે,બાયપાસથી નીકળવાની વ્યવસ્થા

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:35 AM

તૈયારીને આખરી ઓપ | આ વખતે બે તેરસ, મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઅો માટે રૂ.10માં જમવાની સુવિધા કરાઇ

  • Khedbrahma - ખેડબ્રહ્મા ભાદરવી પૂનમે માતાના દર્શન માટે બસ સ્ટેશન તરફથી પ્રવેશ મળશે,બાયપાસથી નીકળવાની વ્યવસ્થા
    ભાદરવી પૂનમે અંબાજી જતા પદયાત્રીઓમા અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, ગોધરા તથા રાજસ્થાન તરફથી આવતા સંઘ અને પદયાત્રીઓ ખેડબ્રહ્મા માતાજી મંદિરે શીશ ઝુકાવીને આગળ જાય છે આવનાર યાત્રાળુઓ માટે મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વરા તૈયારીઓ પુર્ણ કારી દેવામાં આવી છે. આવનાર યાત્રાળુઓને સરળતા રહે તે માટે બસ સ્ટેશન તરફથી અંદર પ્રવેશ કરી દર્શન કરી બાય પાસ પરથી સીધા અંબાજી હાઈવે પાર નીકળાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

    ખેડબ્રહ્મા ખાતે સોમવારથી ભાદરવી પૂનમનો મેળો ભરાશે. જે પાંચ દિવસ ચાલશે જેમા મોટી સંખ્યામાં યાત્રાલુ ઉમટી પડશે. ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટ તરફથી આ વર્ષે આવનાર સંઘો અને પદયાત્રીઓને સગવડ માળી રહે તે હેતુસર તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મંદિર ટ્રસ્ટ તરફથી ચૌદશ અને પૂનમે તમામ શ્રદ્ધાળુઓને રૂ.10માં ભોજન પૂરું પાડવામાં આવશે. ભાદરવી પૂનમના મેળા માટે વહીવટી તંત્ર દ્વારા મેળાની જગ્યાએ 202 પ્લોટની 5,89,700માં હરાજી કરવામાં આવી હતી. જ્યારે 2 પ્લોટ નવતર પ્રયોગ કરી સખી મંડળોને આપવામાં આવ્યા છે અને મેળામાં પ્લાસ્ટિકનો ઉપયોગ ના થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવશે.

    ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર દર્શનનો સમય

    તારીખ તિથિ દર્શનનો સમય

    તા.17 સપ્ટે. ભાદરવા સુદ 8 સવારે 7 થી રાત્રે 10.30

    તા.18 સપ્ટે. ભાદરવા સુદ 9 સવારે 6.30 થી રાત્રે 10.30

    તા.19 સપ્ટે. ભાદરવા સુદ 10 સવારે 6.30 થી રાત્રે 10.30

    તા.20 સપ્ટે. ભાદરવા સુદ 11 સવારે 6.30 થી રાત્રે 10.30

    તા.21 સપ્ટે. ભાદરવા સુદ 12 સવારે 6.30 થી રાત્રે 10.30

    તા.22 સપ્ટે. ભાદરવા સુદ 13 સવારે 6.30 થી રાત્રે 10.30

    તા.23 સપ્ટે. ભાદરવા સુદ 13 સવારે 6.30 થી રાત્રે 10.30

    તા.24 સપ્ટે. ભાદરવા સુદ 14 સવારે 6.30 થી રાત્રે 1.00

    તા.25 સપ્ટે. ભાદરવા સુદ પૂનમ સવારે 6.00 થી રાત્રે 12.00

    મેળામાં ટ્રસ્ટ તરફથી આવનાર સગવડો

    રોકાણ માટે 160 રૂમો, 8 હોલ.

    આર.ઓ.પ્લાન્ટ સાથે 5 પરબો તૈયાર કરવામાં આવી છે.

    2 મોટી એલ.ઇ.ડી.સ્ક્રીન પર માતાજીના દર્શન કરી શકાશે

    દવાખાનું અને પોલીસ ચોકી ચાલુ કરવામાં આવ્યા છે.

    1-મેનેજર,એસી.મેને., ક્લાર્ક, ગાર્ડ સહિત 80 માણસો સેવામાં.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ