ખેરવા આઉટ પોસ્ટ પાસે 1.51 લાખના દારૂ સાથે 3 પકડાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્મા પોલીસે વાહન ચેકીંગ દરમિયાન બુધવારે રાત્રે ખેરવા આઉટ પાસે એક કારમાંથી રૂ. 1,51,200નો દારૂ મળી આવતા ત્રણ શખ્સોની અટકાયત કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

બુધવારે રાત્રે પી.એસ.આઈ. એ.ડી.પારમાર અને સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે ખેડવા બાજુથી એક કાર દારૂ ભરી આવી રહી હોવાની મળેલ બાતમીને આધારે ખેડવા આઉટ પોસ્ટ પાસે નાકાબંદી દરમિયાન બાતમી વાળી કાર (નં.જી.જે.-1-.કેસી.-1644) આવતા તેની તપાસ કરતાં તેમાંથી 1,51,200ની દારૂની બોટલો, બે મોબાઈલ કિં.રૂ.10,500, અને કાર કિં.રૂ.5,00,000 મળી 6,61,700 નો મુદ્દામાલ ઝડપી પાડી સ્નેહલગીરી દશરથગીરી ગોસ્વામી (રહે.રકાનપુર કલોલ), રાજુભાઇ રમેશભાઈ રાવળ,( રહે. કુકરવાળા), રામશંકર મહેન્દ્રસિંહ વણજારા (રહે. કંનોજ યુ.પી.)ની અટકાયત કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

કાર સહિત રૂ. 6.61 લાખનો મુદ્દામાલ જપ્ત
ભાસ્કર ન્યૂઝ | ખેડબ્રહ્મા

અન્ય સમાચારો પણ છે...