• Gujarati News
  • પરોયા અને ગુંદેલ સ્કૂલનું દફતર પોલીસે કબજે લીધુ

પરોયા અને ગુંદેલ સ્કૂલનું દફતર પોલીસે કબજે લીધુ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કરન્યુઝ.ખેડબ્રહ્મા

ખેડબ્રહ્માતાલુકાને બે હાઇસ્કૂલમાં બોગસ શિક્ષણ સહાયક ભરતી કૌભાંડનો પર્દાફાશ થયા પછી સાબરકાંઠા ડીઇઓ કચેરીના કર્મચારીઓને ભરતીનું તમામ દફતર સાથે ખેડબ્રહ્મા પોલીસ સમક્ષ હાજર થવા સમન્સ મોકલવામાં આવતા ડીઇઓ કચેરીના બે કર્મચારીઓ શુક્રવારે દફતર સાથે હાજર થતાં પોલીસે તેમના જવાબો લઇ દફતર કબજે લીધુ હતું.

અંગેની વિગત એવી છે કે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના પરોયા અને ગુંદેલની માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની બોગસ ભરતી કૌભાંડનો પર્દાફાશ થતાં ખેડબ્રહ્મા પોલીસે સંચાલકો, શિક્ષણ સહાયકો, કૌભાંડમાં સંડોવાયેલ ખેડબ્રહ્માની હાઇસ્કૂલના નિવૃત્ત કર્મચારી બાલકૃષ્ણ રાવલના જવાબો લીધા હતા અને ગાંધીનગર જઇ અસલ દસ્તાવેજોની ચકાસણી કરી હતી. દરમિયાન મામલે ડીઇઓ કચેરીના કર્મચારીઓને થોડા દિવસ અગાઉ સમન્સ મોકલવામાં અનુસંધાનપાના નં.8

આવ્યુહતું. જેથી ડીઇઓ કચેરીના બે કર્મચારીઓ દફતર સાથે શુક્રવારે ખેડબ્રહ્મા પોલીસ સમક્ષ હાજર થયા હતા. જયાં પી.એસ.આઇ. જી.કે.ઇસરાનીએ બંને કર્મચારીઓના જવાબ લઇ લગત દફતર કબજે લીધુ હતું. પી.એસ.આઇ. બે કર્મચારીઓના નામ સહિત કોઇપણ પ્રકારની જાણકારી આપવાનો ઇન્કાર કર્યો હતો. બોગસ ભરતી કૌભાંડમાં હવે પછી કોની કોની ધરપકડ થશે અને કોણ બચી જશે કે બચાવી લેવામાં આવશે તેની ચર્ચાએ શહેરમાં જોર પકડયુ છે.