• Gujarati News
  • ધૂળની ડમરીઓ ઉડતાં અકસ્માત થવાની દહેશત

ધૂળની ડમરીઓ ઉડતાં અકસ્માત થવાની દહેશત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાના ઇડર-ખેડબ્રહ્મા વચ્ચે આવેલા અમદાવાદ-અંબાજી ધોરીમાર્ગ ગત ચોમાસા બાદ સાફ કરાતા માર્ગ પર ધૂળના થર જામી જતા ભારે વાહનો તેના પરથી પસાર થતા ધૂળની ડમરીઅ ઉડતા વાહન ચાલકોને પસાર થવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જેથી વાહન ચાલકોમાં મોટી દુર્ઘટના સર્જાવાનો ભય સતાવતા જવાબદાર તંત્ર દ્વારા માર્ગ સાફ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી રહ્યા છે.

જિલ્લાના ઇડર-વડાલી-ખેડબ્રહ્મા શહેરમાંથી અમદાવાદ-અંબાજી ધોરીમાર્ગ પસાર થઇ રહ્યો છે. માર્ગ પરથી ર્માં અંબાના ચરણોમાં માથુ ટેકવવા મોટી સંખ્યામાં ર્માંના ભકતો વાહન લઇ અવરજવર કરતા હોય છે. તેમજ માર્ગ રાજસ્થાનને જોડતો હોવાથી પરપ્રાંતીય વાહનો પણ મોટી સંખ્યામાં અવરજવર કરતા હોય છે. માર્ગ પર ગત ચોમાસામાં ભારે વરસાદથી આસપાસની ધૂળ માર્ગ પર આવી જતા તેમજ ભારે વરસાદથી માર્ગનું ધોવાણ થતા માર્ગ પર ડામર ઉખડી જતા ધૂળ અને ડામરના ઠેર ઠેર થમ જામી ગયા છે. જેથી માર્ગ પરથી વાહનો પસાર થતાં ધૂળની ડમરીઓ ઉડતા માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને માર્ગ પર સ્પષ્ટ દેખાવા લાગતા મોટી દુર્ઘટના સર્જાવાના એંધાણ વર્તાઇ છે. ચોમાસુ ગયાને મહિનાઓ વીતવા છતાં જવાબદાર તંત્ર દ્વારા માર્ગને સફાઇ કરવામાં આવતા દિવસે ને દિવસે માટી અને ડામરના થર માર્ગ પર જામી રહ્યા છે. જેથી આગામી દિવસોમાં મોટી દુર્ઘટના સર્જાવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. જેથી વાહન ચાલકો શું જવાબદાર તંત્ર માર્ગ પર મોટી દુર્ઘટના સર્જાય તો માર્ગને સાફ કરવાની રાહ જઇ રહ્યુ છે.