• Gujarati News
  • ઉર્સના મેળામાં ખુલ્લા વીજવાયરે કિશોરનો ભોગ લીધો

ઉર્સના મેળામાં ખુલ્લા વીજવાયરે કિશોરનો ભોગ લીધો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દુર્ઘટના બાદ વહીવટીતંત્ર જવાબદારી મામલે એકબીજાને ખો આપી રહ્યું છે

ઊંઝાતાલુકાના ઉનાવા ગામે ઉર્સના મેળામાં પરવાનગી વિના ચાલતા આનંદમેળામાં શુક્રવારે સાંજે ખુલ્લા વીજવાયરથી કરંટ લાગતાં કિશોરનું મોત થયું હતું. જેને પગલે ખળભળાટ મચી ગયો હતો. મૃતક હોડકા માલિકનો પુત્ર હોવાનું બહાર આવ્યું છે.

ઉનાવામાં ભરાયેલા ઉર્સના મેળામાં દરગાહની પાછળ ખુલ્લી જગ્યામાં લાગેલા આનંદ મેળામાં બાળકોના મનોરંજનના સાધનો ગોઠવાયેલા હતા. જેમાં શુક્રવારે સાંજના 4 વાગે અહીં હોડકા રાઇડસની બિલકુલ બાજુમાં લોખંડના પતરાની બનેલી 10 બાય 10ની રૂમમાં ખુલ્લા વીજવાયરને કારણે હોડકામાલિકના પુત્ર હનીસ (16)ને વીજ કરંટ લાગતાં ભાગદોડ મચી ગઇ હતી. અર્ધબેભાન હાલતમાં યુવકને સારવાર માટે ઊંઝા સિવિલમાં લઇ જવાયો હતો. જ્યાં હાજર તબીબે તેેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચેલા ઉનાવા ઓપીના એએસઆઇ ગોવિંદજીએ બનાવ સ્થળનું એફએસએલની મદદથી પંચનામા સહિતની કાર્યવાહી કરી વીજ કંપનીને જાણ કરી હતી.

કાંકરેજ તાલુકાના સવપુરા નજીક શનિવારે વહેલી સવારે ટ્રેઇલર પલટી જતાં તેના ચાલક અને ખલાસીનું મોત નિપજ્યું હતું. - અમૃત ઠાકોર

ચાલકને ઝોકું આવતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો

ઉનાવા ટ્રસ્ટનાચેરમેન ફિરદોસભાઇએ જણાવ્યું કે, મેળો વર્ષોથી ભરાય છે અને તેની પરવાનગી માટે જિલ્લા કલેકટર, પોલીસવડા, મામલતદાર, સ્થાનિક પોલીસને અરજી કરી મંજૂરી મેળવીએ છીએ. જોકે, આનંદ મેળાને પરવાનગી મળી છે કે નહીં તે બાબતે કોઇ જાણકારી નથી. અગાઉ મેળાના સંચાલકો જનરેટરની મદદથી રાઇડસ ચલાવતા હતા, જ્યારે વખતે વીજ કનેકશન કેવી રીતે મળ્યું તે બાબતથી અજાણ છું.

ઊંઝા પીઆઇએમ.એચ.પુવારના કહેવા મુજબ, મામલતદારમાંથી અભિપ્રાય માટે આવ્યું હતું, જે પરત મોકલી આપ્યું હતું. અમે આનંદ મેળાની કોઇ પરવાનગી આપી નથી. પરંતુ કાયદો -વ્યવસ્થાને ધ્યાને લઇ મેળા દરમિયાન અહીં 55 પોલીસ કર્મીઓ ફરજ પર મુકાયા હતા.

પ્રાંત અધિકારીજે.બી.બારૈયાએ પરવાનગી આપી હોય તો કહેવાય નહીં. તો પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે, મેં મેળાની કોઇ પરવાનગી આપી નથી.

ઊંઝા મામલતદારઆર.બી. બલસરે જણાવ્યું કે, આનંદ મેળાને મેં કોઇ પરવાનગી આપી નથી. કે મેળા અંગેની કોઇ જાણકારી નથી.

જ્યાં ઘટના બની હતી તે દરગાહની પાછળ ખુલ્લી જગ્યામાં ચાલતા આનંદ મેળાના સંચાલકોની રૂમ. જ્યાં પડેલા ખુલ્લા વીજ વાયરથી કરંટ લાગતાં કિશોરે જીવ ગુમાવ્યો હતો. ઘટ