• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Kankrej
  • ઉંબરીમાં ડમ્પરની ટ્રોલી વીજવાયરને અડતા આગ લાગી, ટાયરો બળી ગયા

ઉંબરીમાં ડમ્પરની ટ્રોલી વીજવાયરને અડતા આગ લાગી, ટાયરો બળી ગયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેલવે લાઇનની કામગીરી ચાલુ છે ત્યાં ડમ્પરની ટ્રોલી હાઇડ્રોલીક કરતા વાયરને અડી ગઇ હતી

કાંકરેજતાલુકાના કંબોઇ અને ઉંબરી વચ્ચે પાટણ રેલવે લાઇનનું કામ ચાલી રહ્યું છે. ડમ્પરમાં રેતી-કપચી લાવી હાઇડ્રોલીક દ્વારા તેને ઉતારવામાં આવે છે. જેમાં મંગળવારે વીજવાયર સાથે ડમ્પર અડી જતા લાગેલી આગમાં ટાયરો બળીને ખાખ થઇ ગયા હતા.

કંબોઇ અને ઉબરી ગામ પાસેથી પાટણ સુધીનું રેલવેલાઇનનું કામ ચાલુ છે. જેમાં મંગળવારે પથ્થર ભરેલુ ડમ્પર નં.જીજે.8.ઝેડ-5583 પથ્થર ઉતારવા માટે હાઇડ્રોલીક કરતા ત્યાં ઉપરથી પસાર થતી 11000 કેવીની વીજલાઇન સાથે ટ્રોલી અડી જતા ડમ્પરના ટાયરો તેમજ વાયરીંગ બળીને ખાખ થઇ ગયું હતું. જોકે સદ્નસીબે ડમ્પરના ડ્રાયવરનો આબાદ બચાવ થયો હતો. જે બાબાતની જાણ થતા વીજકંપનીના કર્મચારીઓએ ઘટના સ્થળે આવી વીજવાયરને છુટો કરતા વધુ નુકશાન થતુ અટકાવ્યું હતું. જ્યારે કાંકરેજ મામલતદાર તેમજ ફાયર ફાયટર સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તેમજ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. બાબતે રેલવે કોન્ટ્રાકટરે કંઇપણ કહેવાનો ઇન્કાર કર્યો હતો. જોકે રેલવે લાઇનનો કોન્ટ્રાકટર પોતાની મનમાની ચલાવતા હોવાની ચર્ચાએ લોકોમાં જોર પકડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...