તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Kankrej
  • શિહોરી રેફરલના તબીબની બેદરકારીથી યુવકનું મોત થયું હોવાના આક્ષેપ

શિહોરી રેફરલના તબીબની બેદરકારીથી યુવકનું મોત થયું હોવાના આક્ષેપ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાંકરેજતાલુકાના ચેખલા નજીક શુક્રવારે અજાણ્યા વાહનની ટક્કરે શિહોરીના યુવકને ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેને શિહોરી રેફરલ તેમજ ધારપુરા ખાતે તબીબે સારવાર કરતાં મોત નિપજ્યું હોવાના આક્ષેપો સાથે મૃતકના કાકાએ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી.

શિહોરીના દાનસુંગભાઇ દલછાભાઇ બ્રાહ્મણે મુખ્યમંત્રીને કરેલી રજુઆતમાં જણાવ્યું હતું કે, હરિરામ ઉર્ફે ડાહ્યાભાઇ બ્રાહ્મણ તા. 9 સપ્ટે.ના રોજ પોતાની ગામે લઇ ચેખલા ગામ નજીકથી પસાર થઇ રહ્યા હતા. જ્યારે અજાણ્યા વાહનની ટક્કરથી ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેમને 108 મારફતે શિહોરી રેફરલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જોકે, ફરજ પરના તબીબે બારોબાર ધારપુરા ખાતે મોકલી દીધો હતો. જ્યાં પણ સારવાર મળતાં હરિરામભાઇનું મોત નિપજ્યું હતું. અંગે જવાબદાર તબીબ સામે કાર્યવાહી કરવા માંગ છે.

અન્ય સમાચારો પણ છે...